• સોમવાર, 20 માર્ચ, 2023

Breaking News

મેચ પહેલા ઓસ્ટ્રેલિયાને લાગ્યો ઝટકો

એલેક્સ કેરી બિમાર હોવાથી હોટલ પરત ફર્યો: જોસ ઈંગ્લિશને રમાડયો

મુંબઈ, તા. 17 : ભારત સામે પહેલા વનડેમાં ટોસ પહેલા જ ઓસ્ટ્રેલિયન ટીમને મોટો ઝટકો લાગ્યો હતો. ટીમના સ્ટાર ખેલાડી ડેવિડ વોર્નર ઉપરાંત એલેક્સ કેરી પણ મુકાબાલામાંથી બહાર થયો છે. વોર્નર પૂરી રીતે ફીટ નથી અને એલેક્સ કેરીને હોટલ પરત ફરવું પડયું હતું. કેરી બીમાર છે.

નિયમિત કેપ્ટન પોતાના કામના કારણે મેચમાં સામેલ નથી. તો ભારતે કુલદીપ યાદવના રૂપમાં સ્પીનરને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યો છે. રવિન્દ્ર જાડેજા બીજા સ્પીનર તરીકેની જવાબદારી સંભાળશે. ઓસ્ટ્રેલિયાનો ઓપનર ડેવિડ વોર્નર પૂરી રીતે ફીટ થયો નથી. જેના પરિણામે મિશેલ માર્શે ઈનિંગની શરૂઆત કરી હતી. એલેક્સ કેરી અસ્વસ્થ હોવાથી તેની જગ્યાએ જોશ ઈંગ્લિશને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ટીમમાં ઓસ્ટ્રેલિયાએ પાંચ ઓલરાઉન્ડર સામેલ કર્યા હતા. જેમાં કેમરુન ગ્રીન, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનીસ, સીન અબોટ અને માર્નસ લાબુસેનને જગ્યા આપી હતી.