• મંગળવાર, 18 જૂન, 2024

દ. આફ્રિકા સામે બાંગલાદેશને 114 રનનું વિજય લક્ષ્ય

કલાસેનના 46 અને મિલરના 29 રન: હસન સાકિબની 3 વિકેટ 

ન્યૂયોર્ક તા.10: અહીંના નાસાઉ કાઉન્ટિ સ્ટેડિયમની કઠિન પિચ પર ટી-20 વર્લ્ડ કપના ગ્રુપ-ડીના આજના મેચમાં બાંગલાદેશની ચુસ્ત બોલિંગ સામે દ. આફ્રિકા ટીમ 20 ઓવરના અંતે 6 વિકેટે 113 રન જ કરી શકયું હતું. આફ્રિકાએ એક તબકકે પ ઓવરની અંદર 23 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. દબાણની આ સ્થિતિમાં ડેવિડ મિલર અને હેનિરક કલાસેન વચ્ચે પાંચમી વિકેટમાં 79 દડામાં 79 રનની ભાગીદારી થઇ હતી. કલાસેન 44 દડામાં 2 ચોકકા-3 છકકાથી 46 રને અને મિલર 38 દડામાં 1 ચોકકા-1 છકકાથી 29 રને આઉટ થયા હતા. આ સિવાય ડિ’કોકે ઓપનિંગમાં આવીને 11 દડામાં 1 ચોકકા-2 છકકાથી 18 રનની કેમિયો ઇનિંગ રમી હતી. રીઝા હેંડ્રિકસ 0, કપ્તાન એડન માર્કરમ 4, ટ્રિસ્ટન સ્ટબ્સ ઝીરોમાં આઉટ થયા હતા. યાનસન પ અને મહારાજ 4 રને નોટઆઉટ રહ્યા હતા. બાંગલાદેશ તરફથી તનજિમ હસન સાકિબે 18 રનમાં 3 અને તસ્કિન અહમદે 19 રનમાં 2 વિકેટ લીધી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

કોટડા સાંગાણીમાં વીજપોલમાંથી શોક લાગતા બળદનું મોત નીપજ્યું June 17, Mon, 2024