• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

અશ્વિનને બહાર રાખવાનો નિર્ણય હંમેશાં કઠિન: રોહિત

જાડેજા અને ચાર ઝડપી બોલર સાથે ઉતરી ટીમ ઇન્ડિયા

લંડન, તા.7: ભારતીય કેપ્ટન રોહિત શર્માએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં પૂર્વ કપ્તાન વિરાટ કોહલીએ કરેલી ભૂલ કરી નથી. કોહલીએ ગત ડબ્લ્યૂટીસી ફાઇનલમાં એજબેસ્ટનની પીચ પર અશ્વિન-જાડેજાના રૂપમાં બે સ્પિનર રમાડવાનો નિર્ણય લીધો હતો. જે તદન નિષ્ફળ રહ્યો હતો. ભારતની ત્યારે ન્યુઝીલેન્ડ સામે હાર થઇ હતી અને કોહલીના આ નિર્ણયની ભારે ટીકા થઇ હતી.

આ વખતે કપ્તાન રોહિત શર્માએ ફક્ત એક સ્પિનર રવીન્દ્ર જાડેજા અને ચાર ફાસ્ટ બોલર શમી, સિરાઝ, ઉમેશ અને ઠાકુર સાથે મેદાને પડવાનો નિર્ણય લીધો હતો. ટોસ જીતીને રોહિત શર્માએ ફીલ્ડિંગ પસંદ કરી હતી. રોહિત કહ્યું કે અમે એક સ્પિનર જાડેજા સાથે ઉતરશું. આ નિર્ણય હંમેશાં કઠિન રહ્યો છે. અશ્વિન અમારો મેચ વિનર બોલર છે. રહાણે અનુભવી છે. તેણે 80 ટેસ્ટ રમ્યા છે. તે ઇલેવનમાં છે જ્યારે વિકેટકીપર તરીકે કેએસ ભરતને તક અપાઇ હતી. ઈશાન કિશનને ડેબ્યૂનો મોકો મળ્યો ન હતો.

ભારતની ઇલેવન: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિકંયા રહાણે, શ્રીકર ભરત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાઝ.

ઇ-પેપરના નવા શુલ્ક