-પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાએ કરી આલોચના
નવી દિલ્હી, તા. 23 ઃ લખનઉ સુપર જાયન્ટ્સ સામે પંજાબ કિંગ્સના અંતિમ લીગ મેચ પહેલા આકાશ ચોપડાએ એક મોટું નિવેદન આઈપીએલની ચાર ટીમના કેપ્ટન અંગે આપ્યું છે. આકાશ ચોપડાએ સૌથી વધારે આલોચના એલએસજીની ટીમના કેપ્ટન ઋષભ પંતની કરી હતી. આકાશના કહેવા પ્રમાણે બેટ્સમેન અને કેપ્ટન તરીકે પંત નિષ્ફળ રહ્યો છે અને એલએસજીને તેની કમી રહી છે. આકાશ ચોપડાના માનવા પ્રમાણે એક ફ્રેન્ચાઈઝીને લીડ કરતા પંત સૌથી ખરાબ કેપ્ટનની યાદીમાં બીજા સ્થાને છે.
આકાશ ચોપડાએ પોતાની યૂટÎુબ ચેનલ ઉપર કહ્યું હતું કે, પંત માટે વર્તમાન આઈપીએલ સીઝન સારી રહી નથી અને કેપ્ટન તરીકે પણ રેકોર્ડ સારો નથી. જ્યારે શ્રેયસ અય્યર સૌથી સફળ કેપ્ટનમાંથી એક છે. તેની જીતની ટકાવારી ધોનીથી થોડીક પાછળ છે. આકાશે કહ્યું હતું કે જો કોઈ ટીમની ઓછામાં ઓછી 25 ગેમની
કેપ્ટનશીપ ધ્યાને લેવામાં આવે તો નંબર વન કુમાર સંગાકારા છે. બીજા નંબરે ઋષભ પંત, ત્રીજા નંબરે હાર્દિક પંડયા અને ઋતુરાજ ગાયકવાડ ચોથા સ્થાને છે.