તેને બ્રેક આપવાની જરૂર : બાંગર
નવી
દિલ્હી, તા.પ : ટીમ ઇન્ડિયાનો સ્ટ્રાઇક બોલર જસપ્રિત બુમરાહ આઇપીએલની વર્તમાન સીઝનમાં
સતત સંઘર્ષ કરતો જોવા મળી રહ્યો છે. બુમરાહની નિષ્ફળતા મુંબઇ ઈન્ડિયન્સને ભારે પડી
રહી છે. તેણે 10 મેચમાં માત્ર 3 વિકેટ લીધી છે. લખનઉ સામેના મેચમાં પણ તેની બોલિંગમાં
ધાર ન હતી અને 4 ઓવરમાં વિના વિકેટે 4પ રનનો ખર્ચ કર્યો હતો. બુમરાહે આ સીઝનમાં 37
ઓવરમાં 3 વિકેટ લીધી છે અને 329 રન આપ્યા છે.
બુમરાહના
ખરાબ ફોર્મ વિશે દિગ્ગજ ખેલાડી સુનિલ ગાવસ્કરે કહ્યું છે કે બુમરાહ જરૂરથી વધુ પ્રયોગ
કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તે પોતાનું સર્વશ્રેષ્ઠ આપવા પ્રયાસ કરે છે, પણ
નસીબ તેનો સાથ આપી રહ્યું નથી. તેની ગતિ પણ ઓછી થઇ છે. તેના સ્લોઅર બોલ લેંથ પહેલા
ફૂલટોસ બની રહ્યા છે. જે લાઇન પહેલા સ્ટમ્પ
રહેતી હતી તે હવે લેંગ સ્ટમ્પ તરફ જઇ રહી છે. તે બહુ નો-બોલ ફેંકતો નથી, પણ આ સીઝનમાં
તેણે 6 કે 7 નો-બોલ ફેંકયા છે. જે બતાવે છે કે તેની બોલિંગ નિયંત્રણમાં નથી. ગાવસ્કર
કહે છે કે બુમરાહની બોલિંગ આથી નબળી પડી છે.
પૂર્વ
ભારતીય બેટિંગ કોચ સંજય બાંગરે કહ્યું બુમરાહનો મામલો ફકત ટેકનિકલી નથી, માનસિક અને
શારિરીક પણ છે. ટીમ મેનેજમેન્ટે તેની સાથે વાત કરી બ્રેકની જરૂર હોય તે આપવો જોઇએ.