કોલકતા, તા.11: ભારત અને ડબ્લ્યૂસીએ ચેમ્પિયન દ. આફ્રિકા વચ્ચેની બે ટેસ્ટ મેચની શ્રેણીનો અહીંના ઇડન ગાર્ડન સ્ટેડિયમ પર શુક્રવારથી પ્રારંભ થશે. ભારત આવનારી વિદેશી ટીમો માટે અહીંની ટર્નિંગ પિચો હંમેશાં રહસ્યમયી રહી છે. જેના પર ભારતીય સ્પિનર્સ વિરુદ્ધ રમવું દરેક ટીમના બેટધર માટે કઠિન હોય છે. મોટાભાગે ભારતીય ટીમ મેનેજમેન્ટ જે-તે લોકલ કયૂરેટર પાસે સ્પિન ટ્રેકની માગ કરે છે. જો કે હાલ ઇડન ગાર્ડન પર ઘાસવાળી પિચ જોવા મળે છે. પિચ પર ગ્રાસ કટિંગ ચાલી રહ્યું છે. ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે આજે પીચનું નિરિક્ષણ કર્યું હતું. એ પછીથી સતત સવાલ થઇ રહ્યો છે કે ઇડન ગાર્ડનની પિચ ટર્નિંગ હશે કે ઉછાળવાળી હશે.
કોલકતાના
પિચ વિશે સૌરવ ગાંગુલીએ કહ્યંy છે કે પિચ એકદમ સારી છે અને ટેસ્ટ ક્રિકેટ માટે પરફેકટ
છે. તે ટર્નિંગ હશે કે બાઉન્સી હશે તે અત્યારે કહી શકાય નહીં. બીજી તરફ ઇડન ગાર્ડનના
કયૂરેટર સુજાન મુખર્જીએ દાવો કર્યો છે કે પીચ એકદમ સ્પોર્ટિંગ હશે. જેના પર બોલર અને
બેટર બન્નેને મદદ મળશે. જો કે સ્પિનર વધુ ફાયદામાં રહેશે. ત્રીજા દિવસથી પીચમાંથી ટર્ન
મળી શકે છે. જો કે મેચની સવારે જ ખબર પડશે કે પિચનો મિજાજ કેવો રહેશે.
આ સીઝનમાં
ઇડન ગાર્ડન પર બે રણજી ટ્રોફી મેચ રમાયા છે. જે દરમિયાન પીચ ધીમી જોવા મળી છે. જેના
પર ઝડપી બોલરોને ઓછી મદદ મળી હતી. આથી બન્ને ટીમની ઇલેવનમાં બે કે ત્રણ સ્પિનર જોવા
મળી શકે છે.