• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

ટ્રેવિસ હેડ લઇ જાવ અને રોહિત શર્માને આપો હૈદરાબાદ-મુંબઇ વચ્ચે સંભવિત ડીલની ખબરથી હલચલ

નવી દિલ્હી તા.10: આઇપીએલ-2026ના ઓકશન અગાઉ મુંબઇ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની એક ટ્રેડ ડીલથી હલચલ મચી ગઇ છે. રિપોર્ટ અનુસાર એમઆઇ તેના જૂના કપ્તાન અને વર્લ્ડ ક્રિકેટના હિટમેન રોહિત શર્માને એસઆરએચ ફ્રેંચાઇઝીને આપવા તૈયાર થઇ છે. આ માટે તેમણે ઓસ્ટ્રેલિયન ફટકાબાજ ટ્રેવિસ હેડની ડિમાન્ડ કરી છે. જો કે હજુ સુધી આ ડીલ પર બન્ને ફ્રેંચાઇઝી તરફથી કોઇ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

આઇપીએલના રીટેન અને રીલિઝ ખેલાડીઓની સૂચિ 1પ નવેમ્બર સુધીમાં જાહેર કરવાની છે. એક તરફ રાજસ્થાન સેમસનના બદલામાં જાડેજા અને પથિરાનાની ડિમાન્ડ કરી રહ્યંy છે. તો બીજી તરફ એવી ખબર સામે આવી છે કે સનરાઇઝર્સ હૈદરાબાદે ટ્રેવિસ હેડના સ્થાને રોહિત શર્માની માંગણી કરી છે. હૈદરાબાદ ટીમ રોહિતને કેપ્ટન બનવવા ઉત્સુક છે.

જો આ ટ્રેડ ડીલ ફાઇનલ થશે તો એસઆરએચ તરફથી બે ફટકાબાજ અભિષેક શર્મા અને રોહિત શર્મા ઓપનિંગમાં ઉતરશે. ચાહકોનું માનવું છે કે આથી આઇપીએલમાં રનની સૂનામી આવશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક