• સોમવાર, 08 ડિસેમ્બર, 2025

ડિકોકની સદીથી પાક. સામેના બીજા વન ડેમાં આફ્રિકાનો વિજય

270 રનનો વિજય લક્ષ્યાંક 40.1 ઓવરમાં હાંસલ કરી લીધો : શ્રેણી 1-1ની બરાબરી પર

ફૈસલાબાદ, તા.7: સંન્યાસ પાછો ખેંચી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરનાર વિકેટકીપર-બેટર ક્વિંટન ડિકોકની અણનમ સદીની મદદથી પાકિસ્તાન સામેના બીજા વન ડે મેચમાં દ. આફ્રિકાનો 8 વિકેટે વિજય થયો હતો. દ. આફ્રિકાએ પ9 દડા બાકી રહેતા માત્ર 2 વિકેટ ગુમાવીને 270 રનનો વિજય લક્ષ્યાંક 40.1 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. 3 મેચની શ્રેણી 1-1ની બરાબર પર આવી ગઇ છે.

ડિકોકે 123 રનની અણનમ ઇનિંગ રમી હતી. વન ડે કેરિયરની તેની આ 22મી સદી છે. આ દરમિયાન તેણે ઘણા રેકોર્ડ તોડયા હતા. ડિકોક અને લુઆન પ્રીટોરિયસ વચ્ચે પહેલી વિકેટમાં 81 રનની ભાગીદારી થઇ હતી. પ્રીટોરિયસે 46 રન કર્યા હતા. આ પછી ડિકોક અને ટોની ડે જોર્જી વચ્ચે બીજી વિકેટમાં 1પ3 રનની ભાગીદારી થઇ હતી. જોર્જી 63 દડામાં 76 રને આઉટ થયો હતો. ડિકોકે 119 દડામાં 8 ચોક્કા-7 છક્કાથી અણનમ 123 રન કર્યા હતા.

આ પહેલા પાકિસ્તાને સલમાન આગાના 69 અને મોહમ્મદ રિઝવાનના પ9 રનની મદદથી 6 વિકેટે 269 રન કર્યાં હતા. બાબર આઝમ 11 રને આઉટ થયો હતો. ઓપનર સઇમ અયૂબે પ3 રનની ઈનિંગ રમી ફોર્મ વાપસી કરી હતી. આફ્રિકા તરફથી નાંદ્રે બર્ગરે 4 વિકેટ લીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક