• સોમવાર, 08 ડિસેમ્બર, 2025

WPL : સ્મૃતિ, નેટ સિવર અને એશ્લી ગાર્ડનર 3.5 કરોડમાં રીટેન વિશ્વ વિજેતા કપ્તાન હરમનપ્રિત કૌર 2.5 કરોડ સાથે MIની બીજા નંબરની ખેલાડી

વર્લ્ડ કપની પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ દીપ્તિ શર્માને યૂપી વોરિયર્સે છૂટી કરી

મુંબઇ, તા.7: વિમેંસ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)-2026ની સીઝનના મેગા ઓક્શન અગાઉ આરસીબીએ સ્મૃતિ મંધાના, મુંબઇ ઇન્ડિયન્સે નેટ સિવર બ્રંટ અને ગુજરાત જાયન્ટસે એશ્લી ગાર્ડનરને 3.પ કરોડ રૂપિયાની સૌથી મોટી રાશી સાથે રિટેન કરી છ જ્યારે વિશ્વ વિજેતા ભારતીય કપ્તાન હરમનપ્રિત કૌરને મુંબઇ ઇન્ડિયન્સ ટીમે બીજા નંબરની ખેલાડી તરીકે 2.પ કરોડના કરાર સાથે રીટેન કરી છે. વિકેટકીપર અને ફટકાબાજ ઋચા ઘોષને આરસીબીએ 2.પ કરોડથી રીટેન કરી છે.

બીજી તરફ યૂપી વોરિયર્સે વર્લ્ડ કપની પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બનેલ દીપ્તિ શર્માને રીટેન કરી નથી. આથી તેણી મેગા ઓક્શનમાં ઉતરશે. મુંબઇ ઇન્ડિયન્સે અમનજોત કૌરને ચોથા નંબરની ખેલાડી તરીકે 1 કરોડમાં રીટેન કરી છે. આરસીબીએ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એલિસ પેરીને ત્રીજા નંબરની ખેલાડી તરીકે 2 કરોડમાં રીટેન કરી છે.

દિલ્હી કેપિટલ્સે ચાર ખેલાડીને એકસમાન 2.2 કરોડથી રીટેન કરવાનો નિર્ણય લીધો છે. આ ચાર ખેલાડીમાં જેમિમા રોડિંગ્સ, શેફાલી વર્મા, એનાબેલ સદરલેંડ અને મારીજાન કાપ છે. ગુજરાત જાયન્ટસે એશ્લી ગાર્ડનરને 3.પ કરોડ અને બેન મૂનીને 2.પ કરોડમાં રીટેન કરી છે. ગુજરાત જાયન્ટસે વર્લ્ડ કપમાં સૌથી વધુ રન કરનાર લોરા વુલફાર્ટને રીટેન કરી નથી. યૂપી વોરિયર્સે પ0 લાખમાં ફકત શ્વેતા સહરાવતને રીટેન કરી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક