• સોમવાર, 08 ડિસેમ્બર, 2025

T-20 વિશ્વ કપ-2026 માટે ICCએ ભારતના પાંચ શહેર પસંદ કર્યા

નવી દિલ્હી, તા.7: ભારત અને શ્રીલંકામાં રમાનાર ટી-20 વર્લ્ડ કપ-2026 રમાવાનો છે. જે માટે આઇસીસીએ અમદાવાદ, દિલ્હી, મુંબઇ, ચેન્નાઇ અને કોલકતાના રૂપમાં ભારતના પાંચ સ્થળ તરીકે પસંદ કર્યા છે. શ્રીલંકામાં કોલંબો અને કેન્ડી બે શહેર ફાઇનલ થયા છે. હજુ એક સ્થળ નિશ્ચિત થવું બાકી છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે ફાઇનલ મુકાબલા માટે અમદાવાદ શહેર રેસમાં આગળ ચાલી રહ્યંy છે. ટી-20 વિશ્વ કપ 7 ફેબ્રુઆરી 2026થી લગભગ શરૂ થશે. સત્તાવાર કાર્યક્રમ જાહેર થયો નથી. ટૂર્નામેન્ટ શરૂ થવા આડે હવે 3 મહિના બાકી છે. આથી આઇસીસી એકાદ સપ્તાહમાં સત્તાવાર શેડયૂલ જાહેર કરી શકે છે.

બીસીસીઆઇ અને પીસીબી વચ્ચેની સમજૂતી અનુસાર પાકિસ્તાન ટીમના તમામ મેચ શ્રીલંકામાં રમાશે. પાક. ટીમ જો સેમિ અને ફાઇનલમાં પહોંચશે તો એ બે નોકઆઉટ મેચ પણ શ્રીલંકામાં રમાશે. આ વખતનો ટી-20 વિશ્વ કપ પણ પાછલી ટૂર્નામેન્ટની જેમ રમાશે. તમામ ટીમને પ-પના 4 ગ્રુપમાં રાખવામાં આવી છે. દરેક ગ્રુપમાંથી બે ટીમ સુપર-8 રાઉન્ડમાં પહોંચશે. જેમાં 4-4 ટીમના બે ગ્રુપ હશે. બન્ને ગ્રુપની ટોચની બે ટીમ સેમિ ફાઇનલમાં પહોંચશે. સેમિ ફાઇનલની વિજેતા ટીમ વચ્ચે ખિતાબી મુકાબલો થશે.

2026ના ટી-20 વિશ્વકપમાં નેપાળ, ઇટાલી અને કેનેડાની ટીમ પહેલીવાર કવોલિફાય થઇ છે. ગત વિશ્વકપમાં ફાઇનલમાં દ.આફ્રિકાને હાર આપીને ભારતીય ટીમ ચેમ્પિયન બની હતી.

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક