દીપ્તિ શર્મા, લોરા વુલફાર્ટ, એલિસા હિલી, મેન લેનિંગ જેવી અન્ય સ્ટાર ખેલાડીઓ મેગા ઓકશનમાં ઉતરશે
મુંબઇ,
તા.6: ભારતની વિશ્વ કપ વિજેતા ખેલાડી હરમનપ્રિત કૌર, સ્મૃતિ મંધાના, જેમિમા રોડ્રિગ્સ
અને શેફાલી વર્મા એ પ્રમુખ ખેલાડીમાં સામેલ છે જેની ડબ્લ્યૂપીએલ (મહિલા આઇપીએલ) ફ્રેંચાઇઝીએ
2026ના મેગા ઓકશન અગાઉ રીટેન કર્યાં છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાની કપ્તાન એલિસા હિલી,
મેગ લેનિંગ, આફ્રિકાની કપ્તાન લોરા વુલફાર્ટ, કિવિઝ ઓલરાઉન્ડર અમીલિયા કેર ઉપરાંત વર્લ્ડ
કપની પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બનેલ ભારતીય ટીમનો ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા ઓકશનમાં જોવા
મળશે. હિલીની હાજરીમાં દીપ્તિએ 202પ સીઝનમાં વોરિયર્સની કપ્તાની કરી હતી. રિપોર્ટ અનુસાર વર્તમાન ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ
અને દિલ્હી કેપિટલ્સે પાંચ ખેલાડીને જાળવી રાખી છે. ડબ્લ્યૂપીએલના નિયમ અનુસાર વધુમાં
વધુ પ ખેલાડી રીટેન થઇ શકે છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ 4, ગુજરાત જાયન્ટસે 2 અને
યૂપી વોરિયર્સે 1 ખેલાડી રીટેન કરી છે.
મેગા
ઓક્શનમાં દરેક ફ્રેંચાઇઝી પાસે 1પ કરોડ રૂપિયાનું પર્સ હશે. ખેલાડીઓની હરાજી 27 નવેમ્બરે
લગભગ દિલ્હીમાં થશે. જે ફ્રેંચાઇઝીએ પ ખેલાડી રીટેન કરી હશે તેમના પર્સમાંથી 9.2પ કરોડ
રૂપિયા કટ થઇ જશે. જયારે ફકત એક ખેલાડી રીટેન કરવા પર 3.પ કરોડ કપાશે.