• રવિવાર, 09 નવેમ્બર, 2025

પહેલા ટેસ્ટમાં આફ્રિકા સામે પાકિસ્તાનના 5 વિકેટે 313 રન

ઇમામ ઉલ હક 7 રને સદી ચૂકયો: કપ્તાન મસૂદ, રિઝવાન અને આગાની અર્ધસદી

લાહોર તા.12: પ્રવાસી ટીમ દક્ષિણ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટની શ્રેણીના પહેલા મુકાબલાના પ્રારંભે પાકિસ્તાનના 90 ઓવરમાં પ વિકેટે 313 રન થયા હતા. પહેલા દિવસની રમતના અંતે પાક. વિકેટકીપર મોહમ્મદ રિઝવાન 107 દડામાં 2 ચોક્કા-2 છક્કાથી 62 રને અને સલમાન આગા 83 દડામાં 2 ચોક્કા-1 છક્કાથી પ2 રન કરી નોટઆઉટ રહ્યા હતા.

પાકિસ્તાન તરફથી ઇમામ ઉલ હક 7 રને સદી ચૂકી ગયો હતો. તે 1પ3 દડામાં 7 ચોક્કા અને 1 છક્કાથી શાનદાર 97 રની કરી આઉટ થયો હતો. તેના અને પાક. કપ્તાન શાન મસૂદ વચ્ચે બીજી વિકેટમાં 284 દડામાં 161 રનની ભાગીદારી થઇ હતી. મસૂદે 147 દડામાં 9 ચોક્કા-1 છક્કાથી 76 રન કર્યાં હતા. સ્ટાર બાબર આઝમ 23 રને આઉટ થયો હતો. સઉદ શકીલ ગોલ્ડન ડક થયો હતો. આ પહેલા ઓપનર અબ્દુલ્લાહ શફીક બે રને પેવેલિયનમાં પાછો ફર્યોં હતો. પહેલા દિવસના અંતમાં રિઝવાન (62) અને આગા (પ2)એ પાક.ની બાજી સંભાળી લીધી હતી. આફ્રિકા તરફથી સ્પિનર સેનરન મુથુસામીએ 2 વિકેટ લીધી હતી. રબાડા, સુબ્રાયેન અને હાર્મરે 1-1 વિકેટ લીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક