• રવિવાર, 09 નવેમ્બર, 2025

સ્મૃતિની સિદ્ધિ : વન ડેમાં કેલેન્ડર વર્ષમાં 1000 રન કરનારી વિશ્વની પહેલી મહિલા બેટર 5000 રન કરનારી ભારતની બીજી અને વિશ્વની પાંચમી બેટર બની

વિશાખાપટ્ટનમ, તા.12: ભારતીય મહિલા ટીમની ઉપ કપ્તાન અને સ્ટાર બેટર સ્મૃતિ મંધાનાએ આજે વિશ્વ કપના ઓસ્ટ્રેલિયા સામેના મેચમાં 80 રનની આકર્ષક ઈનિંગ રમીને કીર્તિમાનની હારમાળા રચી હતી. તે એક કેલેન્ડર વર્ષમાં 1000 વન ડે રન પૂરા કરનારી વિશ્વની પહેલી મહિલા બેટધર બની હતી. આ ઉપરાંત સ્મૃતિ મંધાનાએ વન ડે કેરિયરના પ000 રન પૂરા કર્યાં હતા. આ વિશેષ ઉપલબ્ધિ હાંસલ કરનારી તેણી ભારતની બીજી અને દુનિયાની પાંચમી મહિલા બેટધર બની હતી.

સ્મૃતિ મંધાના તેની 33મી અર્ધસદી કરીને 80 રને આઉટ થઇ હતી. તેણે એક કેલેન્ડર વર્ષમાં 1000 વન ડે રન પૂરા કર્યાં હતા. આ પહેલા એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રનનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાની બેલિંડા કલાર્કના નામે હતો. તેણીએ 1997માં 970 રન કર્યાં હતા. આ ઉપરાંત 29 વર્ષીય સ્મૃતિ વન ડેમાં પ000 રન કરનારી સૌથી યુવા મહિલા બેટર બની છે. તેણીએ 112મી ઇનિંગ અને પપ69 દડાનો સામનો કરીને આ પરાક્રમ કર્યું છે. ન્યુઝીલેન્ડની સુઝી બેટસે 6182 દડામાં પ000 રન પૂરા કર્યાં હતા. સ્મૃતિએ ઓસ્ટ્રેલિયા સામે સતત પાંચમા વન ડે મેચમાં પ0 પ્લસ સ્કોર કર્યો છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક