સ્પિનર મલાબાએ હરલીન દેઓલને આઉટ કર્યા બાદ કર્યો હતો અપમાજનક ઈશારો
નવી
દિલ્હી, તા. 11 : દક્ષિણ આફ્રિકાની સ્પિનર નોનકુલુલેકો મલાબાને ભારત સામે મહિલા વનડે
વિશ્વકપ દરમિયાન આઈસીસીની આચાર સંહિતાના લેવલ એકના ઉલ્લંઘન બદલ ફટકાર લગાડવામાં આવી
છે અને એક ડિમેરિટ અંક જોડવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકાએ ગુરુવારે ભારતને ત્રણ વિકેટે
હરાવ્યું હતું.
આઈસીસીએ
કહ્યું છે કે મલાબાને ખેલાડીઓ અને સહયોગી સ્ટાફ માટેની આઈસીસી આચાર સંહિતાની ધારા
2.5ના ઉલ્લંઘન બદલ દોષિત ઠેરવવામાં આવી છે. જે કોઈપણ આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન બેટ્સમેન
આઉટ થવા ઉપર અપમાનજનક ભાષા, કાર્ય કે હાવભાવનો પ્રયોગ કરવા બદલ અથવા તો આક્રમક પ્રતિક્રિયા
સંબંધિત છે. આ ઘટના ભારતીય ઈનિંગની 17મી ઓવરમાં બની હતી. જ્યારે મલાબાએ હરલીન દેઓલને
આઉટ કર્યા બાદ બેટ્સમેનને પેવેલિયન પરત ફરવાનો ઈશારો કર્યો હતો. આઈસીસીએ કહ્યું છે
કે મલાબાને ફટકાર લગાડવામાં આવી છે અને ડિમેરિટ અંક જોડવામાં આવ્યો છે. કારણ કે 24
મહિનાની અવધિમાં આ પહેલો અપરાધ હતો.