• રવિવાર, 09 નવેમ્બર, 2025

WTCમાં સૌથી વધુ સદી કરનારો ભારતીય બન્યો શુભમન ગિલ

તોડયો રોહિત શર્માનો રેકોર્ડ : WTCમાં સૌથી વધારે સદી કરનારા ટોપ-5 ખેલાડીમાં પણ સામેલ

નવી દિલ્હી, તા. 11 : શુભમન ગિલે વેસ્ટ ઈન્ડિઝ સામે બીજા ટેસ્ટ મેચમાં સદી કરી છે. આ ગિલની ટેસ્ટ કારકિર્દીની 10મી સદી છે. ગિલે આ સાથે ડબલ્યુટીસીમાં પણ ઈતિહાસ રચ્યો છે. ગિલ ભારત માટે સૌથી વધારે ડબલ્યુટીસી સદી કરનારો ખેલાડી બની ગયો છે. શુભમન ગિલે રોહિત શર્માને પછાડયો છે. જેના નામે નવ સદી છે. આ ઉપ્રાંત જયસ્વાલના નામે સાત અને કેએલ રાહુલ તેમજ ઋષભ પંતના નામે છ-છ સદી છે.

 શુભમન ગિલ હવે ડબલ્યુટીસીના ઈતિહાસમાં સૌથી વધારે સદી કરનારા ટોપ-5 બેટ્સમેનોમાં સામેલ થયો છે. ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જો રુટના નામે ડબલ્યુટીસીના ઈતિહાસમાં સૌથી વધારે સદી કરવાનો રેકોર્ડ છે. રુટે અત્યારસુધીમાં ટૂર્નામેન્ટમાં 21 સદી કરી છે. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથ 13 સદી સાથે યાદીમાં બીજા ક્રમાંકે છે. જો રુટ અને સ્મીથ વચ્ચે 8 સદીનું અંતર છે. ન્યુઝીલેન્ડનો કેન વિલિયમસન ત્રીજા ક્રમાંકે છે. તેણે ડબલ્યુટીસીમાં 11 સદી કરી છે. જ્યારે માર્નસ લાબુશેનની પણ 11 સદી છે.

 

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક