દુબઇ, તા.9: એશિયા કપમાં પાકિસ્તાન વિરુદ્ધના બહુપ્રતિક્ષિત મુકાબલા પહેલા ભારતીય કપ્તાન સ્પષ્ટ કરી દીધું છે કે તેની ટીમ પોતાની આક્રમકતા ઓછી કરશે નહીં. ભારત એશિયા કપ અભિયાનની શરૂઆત બુધવારથી યૂએઇ વિરુદ્ધ કરશે. જ્યારે પાકિસ્તાન સામે રવિવારે ટક્કર થશે.
આજે
એશિયા કપમાં ભાગ લેનાર તમામ 8 કપ્તાનની સંયુકત પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં સૂર્યકુમારને
એવો સવાલ થયો કે હાલમાં બન્ને દેશ વચ્ચેના તનાવને લીધે પાક. સામેના મેચમાં ભારતીય ખેલાડીઓને
તેમની આક્રમકતા ઓછી કરવાનું કહેવાયું છે. જેના પર સૂર્યાએ કહ્યંy મેદાન પર હંમેશાં
અમે આક્રમક રહીએ છીએ. જીત માટે એના વગર ન ચાલે.
કપ્તાન
સૂર્યકુમારે જણાવ્યું કે તમામ ખેલાડી ફોર્મમાં છે અને ફિટ છે. અમારા માટે અહીં અભ્યાસ
સત્ર સારા રહ્યા છે. એશિયાની સર્વશ્રેષ્ઠ ટીમો સામે રમવું એક પડકાર છે. ટીમની રણનીતિ
વિશેના સવાલ પર ભારતીય કપ્તાને કહ્યંy બધું બરાબર ચાલી રહ્યંy છે. તેમાં કોઇ બદલાવ
થશે નહીં.
ઇલેવનમાં
સંજૂ સેમસનના સમાવેશ વિશેના સવાલ પર કપ્તાન યાદવે હળવા અંદાજમાં કહ્યંy કે ઇલેવન ફિક્સ
થશે એટલે આપને એસએમએસ કરી દઇશ. ચિંતા ન કરો, કાલે અમે યોગ્ય નિર્ણય લેશું. જાન્યુઆરી
પછીથી ભારતીય ટીમ ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી નથી. જેની અસર એશિયા કપમાં થશે તેવા સવાલ
પર સૂર્યકુમારે જણાવ્યું કે અમારા ખેલાડીઓ આઇપીએલ રમ્યા છે અને સારા ફોર્મમાં છે.