• મંગળવાર, 12 મે, 2026

આફ્રિકા સામે 342 રને જીત હાંસલ કરી ઇંગ્લેન્ડે ભારતનો રેકોર્ડ તોડયો

સાઉથમ્પટન, તા.8: ઇંગ્લેન્ડ ટીમે ગઇકાલે દક્ષિણ આફ્રિકા સામેના ત્રીજા અને આખરી વન ડે મેચમાં 342 રનને વિક્રમી અને પ્રોત્સાહક જીત મેળવી હતી. ત્રણ મેચની શ્રેણીમાં આફ્રિકાનો 2-1થી વિજય થયો હતો. વન ડે ઇતિહાસમાં ઇંગ્લેન્ડનો રન અંતરથી આ સૌથી મોટો વિજય છે. તેણે ભારતીય ટીમનો રેકોર્ડ તોડયો છે. ભારતીય ટીમે 2023માં શ્રીલંકાને તિરૂવનંથપૂરમ ખાતે 317 રને હાર આપી હતી. આ પહેલા દ. આફ્રિકાને બે સપ્તાહ પહેલા જ ઓસ્ટ્રેલિયા સામે 276 રને હાર મળી હતી. ત્યારે પણ આફ્રિકા ટીમ 2-0થી શ્રેણી કબજે કરી લીધા બાદ ત્રીજા વન ડેમાં કારમો પરાજય મેળવ્યો હતો.

મેચમાં ઇંગ્લેન્ડના પ વિકેટે 414 રન સામે દ. આફ્રિકા ટીમ 72 રનમાં ઢેર થઇ હતી. જે તેનો વન ડે ફોર્મેટમાં બીજો સૌથી ઓછો સ્કોર છે. અગાઉ 1992માં સિડનીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 69 રનમાં ઓલઆઉટ થઇ હતી. બીજી તરફ ઇંગ્લેન્ડે પ વિકેટે 414 રન કરી આફ્રિકા સામે સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. આ પહેલા આફ્રિકા સામે 2016માં 399 રન કર્યા હતા.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક