ડબલ્યુસીએલ 2025મા ઈંગ્લેન્ડ સામેના મેચમાં એક છેડે પહોંચી ગયા બે બેટ્સમેન
નવી
દિલ્હી, તા. 19 : વિશ્વ ચેમ્પિયનશિપ ઓફ લીજેન્ડ્સ 2025મા પાકિસ્તાન ચેમ્પિયને ઈંગ્લેન્ડ
ચેમ્પિયનને 5 રને હરાવ્યેં હતું. જો કે આ મેચમાં ફરી એક વખત પાકિસ્તાની ટીમ હાસ્યાસ્પદ
સ્થિતિમાં મુકાઈ હતી. પાકિસ્તાનની ઈનિંગ દરમિયાન બેટ્સમેન ઉમર આમીનના રન આઉટે ધ્યાન
ખેંચ્યું હતું.. મુકાબલા દરમિયાન મોહમ્મદ હફીઝ સાથે થયેલી ગેરસમજના કારણે ઉમર રનઆઉટ
થયો હતો. પાકિસ્તાનની ઈનિંગની આઠમી ઓવરમાં દિમિત્રી મસ્કારેન્હાસ સામે હફીઝ વિકેટ પાછળ
શોટ રમીને રન લેવા દોડયો હતો. જો કે બોલ ફિલ્ડરના હાથમાં જતો જોઈને મન બદલી લીધું હતું.
જો કે નોન સ્ટ્રાઈકર એન્ડથી ઉમર અમીન ખુબ જ નજીક પહોંચી ગયો હતો. હફીઝે ઈનકાર કરતા
પરત ફરવાની કોશિશ કરી હતી પણ ત્યાં મોડું થઈ ચુક્યું હતું.