• રવિવાર, 20 જુલાઈ, 2025

ઋતુરાજ ગાયકવાડે ઈંગ્લેન્ડ જવાનો કર્યો ઈનકાર

કાઉન્ટી ક્લબ યોર્કશાયરને લાગ્યો ઝટકો : રિપ્લેસમેન્ટ માટે હવે ઓછો સમય

નવી દિલ્હી, તા. 19 : ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે ઈંગ્લેન્ડના કાઉન્ટી ક્લબ યોર્કશાયરને ઝટકો આપ્યો છે. હકીકતમાં ગાયકવાડે ઈંગ્લિશ ક્લબ સાથે પાંચ મેચનો કરાર કર્યો હતો અને 22 જુલાઈના રોજ ડેબ્યુ પણ કરવાનો હતો. જો કે મુકાબલાના અમુક દિવસ પહેલા જ તેણે પોતાનું નામ પરત ખેંચી લીધું છે. ગાયકવાડે નામ પાછું ખેંચવા બદલ અંગત કારણો જવાબદાર હોવાનું કહ્યું છે. બીજી તરફ ઋતુરાજના નિર્ણયથી યોર્કશાયરને મોટો ઝટકો લાગ્યો છે કારણ કે ટીમને રિપ્લેસમેન્ટ શોધવા માટે પણ વધુ સમય મળ્યો નથી. યોર્કશાયરે ગાયકવાડના ન રમવાની પુષ્ટિ કરી છે.

ગાયકવાડે ઈજા બાદ ઈંગ્લેન્ડ પ્રવાસે ઈન્ડિયા એ માટે અમુક મેચ રમ્યા હતા. જેનાથી કાઉન્ટી રમવાની તક વધી હતી. ગાયકવાડને આઈપીએલ 2025 દરમિયાન ઈજા પહોંચી હતી. જેના કારણે માત્ર પાંચ જ મેચ રમી શક્યો હતો. મુખ્ય કોચ એન્થમી મેકગ્રાથે ગાયકવાડના હટવાથી નિરાશા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે હવે રિપ્લેસમેન્ટ શોધવામાં આવશે. જો કે તેઓને આશા નથી કે રિપ્લેસમેન્ટ શોધવા પર્યાપ્ત સમય છે કે નહીં. ઉલ્લેખનીય છે કે ગાયકવાડે 38 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યા છે અને 41.77ની સરેરાશથી 2632 રન કર્યા છે. તેણે રેડ બોલ ક્રિકેટમાં 7 સદી કરી છે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક