• મંગળવાર, 24 જૂન, 2025

પોલેન્ડની સ્પર્ધામાં 90 મીટરનો ટ્રેક રેકોર્ડ સુધારવા નિરજ ઉત્સુક ડાયમંડ લીગ પછી ફરી એકવાર જર્મન ખેલાડી વેબર સાથે ટક્કર

નવી દિલ્હી તા.22: ગત સપ્તાહે દોહામાં 90 મીટરની બાધા પાર કરનાર બે વખતના ઓલિમ્પિક મેડલિસ્ટ નિરજ ચોપરા હવે શુક્રવારથી પોલેન્ડમાં રમાનાર એથ્લેટિકસ મીટમાં ઉતરશે. ત્યારે તેનું લક્ષ્ય ટ્રેક રેકોર્ડ સુધારવા પર હશે.

નિરજ ચોપરાએ દોહા ડાયમંડ લીગમાં 90.23 મીટર દૂર ભાલો ફેંકયો હતો. આમ છતાં તેને બીજા સ્થાનથી સંતોષ માનવો પડયો હતો. કારણ કે જર્મનીના ડેનિયલ વેબરે તેના અંતિમ પ્રયાસમાં 91.06 મીટરની દૂરી સાથે નિરજને પાછળ રાખી દીધો હતો. હવે પોલેન્ડની એથ્લેટિક મીટ પણ આ બન્ને વચ્ચે જોરદાર ટક્કર થશે. આ ઉપરાંત ગ્રેનેડાનો બે વખતનો વર્લ્ડ ચેમ્પિયન ભાલા ફેંક ખેલાડી એન્ડરસન પીટર્સ પણ આ સ્પર્ધામાં ઉતરી રહ્યો છે. તેનો સર્વશ્રેષ્ઠ થ્રો 93.07 મીટરનો છે.

ઇ-પેપરના નવા શુલ્ક