• મંગળવાર, 24 જૂન, 2025

RCBનું લક્ષ્ય ટોચ પર રહી પ્લેઓફમાં પ્રવેશ તવિની નજર વધુ એક પ્રોત્સાહક જીત પર

લખનઉ તા.22: અહીંના ઇકાના સ્ટેડિયમ પર શુક્રવારે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરૂધ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ મેદાને પડશે. ત્યારે આ ટીમનો ઇરાદો વધુ એક જીત સાથે પ્લેઓફ રાઉન્ડમાં ટોચની બે ટીમમાં રહી પ્રવેશ કરવાનો રહેશે. આરસીબી 12 મેચના અંતે 17 અંક સાથે પોઇન્ટ ટેબલ પર હાલ બીજા સ્થાને છે. તે પ્લેઓફમાં નિશ્ચિત છે. જયારે સનરાઇઝર્સ 12 મેચમાં 9 અંક સાથે આઠમા ક્રમે છે અને પ્લેઓફમાંથી આઉટ થઇ ચૂકી છે. તેણે પાછલા મેચમાં આ જ મેદાન પર લખનઉ સામે જીત મેળવી હતી. તેનો ઇરાદો વિજયક્રમ જાળવી રાખી આરસીબીના સમીકરણ બગાડવાનો હશે. આ મેચ અગાઉ બેંગ્લુરુમાં રમાવાનો હતો, પણ વરસાદની સ્થિતિને લીધે લખનઉ સ્થળાંતરિત થયો છે.

આઇપીએલ ખિતાબની દોડમાં સામેલ આરસીબી સતત સારો દેખાવ કરી રહી છે. ચાહકો આઇપીએલમાં પહેલીવાર આરસીબી ચેમ્પિયન બનશે તેવી આશા રાખે છે. તેનો પાછલો મેચ વરસાદમાં ધોવાયો હતો. આથી ટેસ્ટ સંન્યાસ પછી વિરાટ કોહલી મેદાનથી દૂર રહ્યો હતો. હવે તે શુક્રવારે મેદાનમાં ઉતરશે. ત્યારે ઇકાના સ્ટેડિયમ પર કોહલી કોહલીના નારાથી ગુંજી ઉઠશે. તે શાનદાર ફોર્મમાં છે અને 7 અર્ધસદીથી પ00થી વધુ રન કરી ચૂકયો છે.

આરસીબીને તેના મુખ્ય બોલર હેઝલવૂડની ખોટ પડશે. તે ખભાની ઇજાને લીધે ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યોં નથી. જો કે આરસીબીના મોટાભાગના વિદેશી ખેલાડી પ્લેઓફ રાઉન્ડમાં પણ ઉપલબ્ધ રહેશે.

બીજી તરફ સનરાઇઝર્સ તરફથી ટ્રેવિસ હેડનું રમવું અનિશ્ચિત છે. તે કોરોના પોઝિટીવ હોવાથી પાછલા મેચનો હિસ્સો ન હતો. ટીમને અભિષેક શર્મા પાસેથી આક્રમક શરૂઆતની આશા રહેશે. તેણે પાછલા મેચમાં આતશી અર્ધસદી ફટકારી હતી. સનરાઇઝર્સનો કપ્તાન કમિન્સ અને ભારતીય બોલર શમી વર્તમાન આઇપીએલ સીઝનમાં સંઘર્ષ કરતા જોવા

મળે છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક