અમદાવાદ તા.22: મિચેલ માર્શની વિસ્ફટક સદી (117) અને નિકોલસ પૂરન (પ6)ની પાવરપેક ફિફટીની મદદથી ગુજરાત ટાઇટન્સ સામેના મેચમાં લખનઉ સુપર જાયન્ટસે 20 ઓવરમાં બે વિકેટે 23પ રનનો મોટો સ્કોર ખડકયો હતો. ઇન ફોર્મ ઓપનર મિચેલ માર્શે ટાઈટન્સના બોલરોની ધોલાઇ કરીને 64 દડામાં 10 ચોક્કા અને 8 છક્કાથી 117 રનની વિદ્યૃતવેગી ઇનિંગ રમી હતી. જયારે નિકોલસ પૂરને ફકત 27 દડામાં 4 ચોક્કા અને પ છક્કાથી પ6 રનની આતશી ઇનિંગ રમી હતી. તેના અને માર્શ વચ્ચે બીજી વિકેટમાં માત્ર બાવન દડામાં 121 રનની ભાગીદારી થઇ હતી.
આ પહેલા
માર્શ અને માર્કરમે લખનઉને શાનદાર શરૂઆત અપાવી હતી. આ બન્ને વચ્ચે પહેલી વિકેટમાં પ9
દડામાં 91 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. માર્કરમ 24 દડામાં 3 ચોક્કા-2 છક્કાથી 36 રન
કરી આઉટ થયો હતો. ટાઇટન્સ તરફથી અરશદ ખાન અને સાઇ કિશોરે 1-1 વિકેટ લીધી હતી.