સિંધુ
પહેલા રાઉન્ડમાં હારી બહાર
કુઆલાલ્મપુર
તા.21: એચએસ પ્રણય અને સતીશ કરૂણાકરણ મેન્સ સિંગલ્સમાં અપસેટ સર્જીને મલેશિયા માસ્ટર્સ
બેડમિન્ટન ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પહોંચ્યા છે. જયારે સ્ટાર મહિલા શટલર પીવી
સિંધુ પહેલા રાઉન્ડની હાર સાથે ટૂર્નામેન્ટની બહાર થઇ છે.
એચએસ
પ્રણયે પહેલા રાઉન્ડમાં પાંચમા ક્રમના જાપાની ખેલાડી કેંતા નિશિમોતો સામે 1 કલાક
22 મિનિટની રમત પછી 19-21, 21-17 અને 21-16થી રોમાંચક જીત મેળવી હતી. આ પછી કરૂણાકરને
ત્રીજા ક્રમના ચીની તાઇપેના ખેલાડી ચોઉ ટિએન ચેનને માત્ર 39 મિનિટમાં 21-13 અને 21-14થી
હાર આપીને ટૂર્નામેન્ટનો મેજર અપસેટ સર્જ્યોં હતો. ભારતનો એક અન્ય ખેલાડી આયુષ શેટ્ટી
પણ બીજા રાઉન્ડમાં પહોંચ્યો છે. તેણે કેનેડાના બ્રાયન યાંગને 20-22, 21-10 અને 21-8થી
હાર આપી હતી.
મહિલા
વર્ગમાં પીવી સિંધુનું ખરાબ ફોર્મ ચાલુ રહ્યું હતું. વિયેતનામની ખેલાડી નગુયેન થિયૂ
લિંથ વિરૂધ્ધ સિંધુનો 11-21, 21-14 અને 1પ-21થી પરાજય થયો હતો.