જાડેજા
અને અશ્વિનની રિલીઝ કરી દેવાની જરૂર : આકાશ ચોપરા
નવી
દિલ્હી તા.21: મહેન્દ્રસિંહ ધોની જુલાઇમાં 44 વર્ષનો થશે. સીએસકે ટીમ વર્તમાન આઇપીએલ
સીઝનમાં પ્લેઓફમાં જગ્યા બનાવી શકી નથી અને 10 હાર સાથે પોઇન્ટ ટેબલ પર તળિયે છે. ગયા
મહિને ધોનીએ ડેથ ઓવર્સમાં લખનઉ સામે 26 રનની આતશી ઇનિંગ રમી હતી અને પ્લેયર ઓફ ધ મેચ
બન્યો હતો. આ પછીથી તેનો દેખાવ સારો રહ્યો નથી. ગઇકાલે રાજસ્થાન સામે ધોનીએ 17 દડામાં
16 રન કર્યાં હતા. ચેન્નાઇનો 6 વિકેટે પરાજય થયો હતો. ધોનીએ આઇપીએલમાં સંન્યાસ વિશે
કોઇ ફેંસલો લીધો નથી.
આ દરમિયાન
ભારતની 1983ની વિશ્વ કપ વિજેતા ટીમના ખેલાડી અને પૂર્વ મુખ્ય પસંદગીકાર કે. શ્રીકાંતે
ધોનીને સંન્યાસની સલાહ આપી છે. તેણે કહ્યંy છે કે ધોનીની નબળી ફિટનેસ તેના ફોર્મ પર
અસર કરી રહી છે. તેણે ટીમના હિતમાં ખસી જવાની જરૂર છે. તેના ઘૂંટણ કામ કરી રહ્યા નથી.
ટીમ તેને બહાર કરવાની નથી. આથી ધોનીએ જ નિર્ણય લેવો પડશે. શ્રીકાંતે કહ્યંy ઇમાનદારીથી
કહુ તો ધોનીનું શોટ ટાઇમીંગ ધીમું પડી ગયું છે. તે ફિટ પણ નથી. તેના અને ટીમ માટે આઇપીએલ
છોડવાનો આ યોગ્ય સમય છે.
બીજી
તરફ કોમેન્ટેટર આકાશ ચોપરાએ સીએસકેના કોચિંગ સ્ટાફની ટીકા કરી છે. તેણે કહ્યંy છે કે
આગામી સીઝનમાં ટીમે બે સ્પિનર રવીન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનની રીલિઝ કરી દેવા
જોઇએ. આકાશ ચોપરાનું માનવું છે કે ધોનીનું હાલનું પ્રદર્શન જોતા તે નવી સીઝનમાં જોવા
મળશે નહીં.