હૈદરાબાદ, તા. 26 : સનરાઈઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલર હર્ષલ પટેલે આઈપીએલનો એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. હર્ષલ પટેલે જસપ્રીત બુમરાહ જેવા બોલરોને પાછળ છોડી દીધા છે. હર્ષલ આઈપીએલમાં સૌથી વધુ વખત એક ઈનિંગમાં ચાર વિકેટ લેનારો પેસર બન્યો છે. હર્ષલે શુકર્વારે ચેન્નઈ સામે તેના જ હોમગ્રાઉન્ડમાં ચાર વિકેટ લીધી હતી. આ દરમિયાન ધોનીની વિકેટ પણ સામેલ છે. હર્ષલની શાનદાર બોલિંગના પરિણામે હૈદરાબાદને સીઝનની ત્રીજી જીત મળી હતી.
હર્ષલને
ઈનિંગમાં ચોથી વિકેટ મળતાની સાથે જ આઈપીએલના ઈતિહાસમાં ભારત માટે એક પેસર તરીકે પાંચમી
વખત ચાર વિકેટ હોલ મેળવનારો ખેલાડી બન્યો હતો. ફાસ્ટ બોલરોમાં ચાર-ચાર વખત ચાર વિકેટ
હોલ લેનારા બોલરોમાં જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, લક્ષ્મીપતિ બાલાજી અને મોહિત
શર્મા સામેલ છે. જો કે હર્ષલ પટેલે પાંચમી વખત ચાર વિકેટ લીધી છે.
ચેન્નઈ
સામેના મેચમાં હર્ષલ પટેલ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. હર્ષલ પાંચમી વખત પ્લેયર ઓફ ધ
મેચ બન્યો હતો. જેમાંથી ત્રણ વખત તો ચેન્નઈ સામે જ એવોર્ડ મળ્યો છે. ધોનીને તે અત્યારસુધીમાં
ત્રણ વખત પેવેલિયન મોકલી ચુક્યો છે.