નવી
દિલ્હી, તા.2પ: ઇજામાંથી બહાર આવી ઝડપી બોલર આવેશ ખાન લખનઉ સુપર જાયન્ટસ ટીમ સાથે જોડાયો
છે. તેને બીસીસીઆઇ તરફથી ફિટનેસ સર્ટીફિકેટ મળી ગયું છે. તે હવે આઇપીએલ-202પનો હિસ્સો
બની શકે છે. બીસીસીઆઇની મેડિકલ ટીમ દ્વારા તેનો સોમવારે આખરી ફિટનેસ ટેસ્ટ થયો હતો.
યો-યો ટેસ્ટમાં આવેશ ખાન ઉર્ત્તીણ રહ્યો હતો. આવેશ ખાને આ વર્ષના જાન્યુઆરીથી કોઇ મેચ
રમ્યા નથી. તેણે ગયા વર્ષે દ. આફ્રિકા વિરુદ્ધ ભારત તરફથી ટી-20 મેચ રમ્યો હતો. તેને
ડોમેસ્ટિક ક્રિકેટ સીઝન દરમિયાન ઇજા થઇ હતી. લખનઉ સુપર જાયન્ટસનો હવે પછીનો મેચ 27
માર્ચે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ છે. આ મેચથી આવેશ ખાન પસંદગી માટે ઉપલબ્ધ રહેશે.
લખનઉ ટીમ ઇજાની સમસ્યાનો સામનો કરી રહી છે. તેનો અન્ય એક ઝડપી બોલર મયંક યાદવ અરધી
સીઝન માટે બહાર થયો છે. જ્યારે આકાશ દીપ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાનની ઇજામાંથી હજુ
બહાર આવ્યો નથી જ્યારે મોહસિન ખાન ઇજાને લીધે ટૂર્નામેન્ટની બહાર થઇ ગયો છે.