લખનઉ
સામેની મેચ વિનિંગ ઇનિંગ ગુરુ શિખર ધવનને સમર્પિત કરી
ધવનની
સલાહથી દિલ્હી કેપિટલ્સે 3.80 કરોડમાં રેલવેના આ ફટકાબાજને ટીમમાં સામેલ કર્યોં હતો
વિશાખાપટ્ટનમ,
તા.2પ: આઇપીએલના ગઇકાલે રાત્રે રમાયેલા મેચમાં લખનઉ સુપર જાયન્ટસ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સને
1 વિકેટે દિલધડક અને ચમત્કારિક વિજય અપાવનાર
સાહસિક બેટધર આશુતોષ શર્માએ કહ્યંy કે તેણે પૂરું વર્ષ મેચ ફિનિશ કરવા પર ફોકસ કર્યું
હતું. જેનો મને ફાયદો મળ્યો. મને ખુદ પર વિશ્વાસ હતો કે હું મેચ જીતી લઇશ. આશુતોષ શર્માએ
આઇપીએલની ગત સીઝનમાં પંજાબ કિંગ્સ તરફથી રમીને ફિનિશરની ભૂમિકામાં પ્રભાવિત કર્યાં
હતા. આમ છતાં તે ખુદના દેખાવથી સંતુષ્ટ ન હતો. પંજાબ કિંગ્સે આશુતોષ શર્માને રીટેન
કર્યોં ન હતો. બાદમાં મેગા ઓક્શનમાં દિલ્હી કેપિટલ્સે શિખર ધવનની સલાહ માનીને તેના
પર 3.80 કરોડની મોટી બોલી લગાવી ખરીદ કર્યો હતો. દિલ્હીનો આ બંધ બાજીનો જુગાર પહેલા
મેચમાં જ સફળ રહ્યો છે. એક તબકકે જયારે દિલ્હીની 6 વિકેટ 113 રનમાં પડી ગઇ હતી ત્યારે
તેની લખનઉની જીતની ટકાવારી 98 ટકા આસપાસ હતી. આ સ્થિતિમાં લખનઉના હોઠે આવેલો વિજય પ્યાલો
ઝૂંટવી આશુતોષે દિલ્હીને યાદગાર જીત અપાવી હતી. મેચ બાદ આશુતોષે તેનો પ્લેયર ઓફ ધ મેચ
એવોર્ડ તેના ગુરુ શિખર ધવનને સમર્પિત કર્યો હતો. શિખરે પણ રાત્રે વીડિયો કોલ કરી આશુતોષને
દિલ્હીનો શેર કહ્યો હતો.
ડોમેસ્ટિક
ક્રિકેટમાં રેલેવે તરફથી રમનાર 26 વર્ષીય આશુતોષ શર્મા તેની 66 રનની મેચ વિનિંગ અને
અણનમ ઇનિંગથી ખુશ છે. દિલ્હીની 113 રનમાં 6 વિકેટ બાદ તેણે નવોદિત વિપરાજ નિગમ સાથે
મળીને મેચના પાસા પલટાવ્યા હતા. મેચ બાદ તેણે જણાવ્યું કે પાછલી સીઝનમાં કેટલાક મોકા
પર હું રોમાંચક મેચમાં અંત કરવાનું ચૂકી ગયો હતો. આ વર્ષે મેં આના પર કામ કર્યું હતું.
મને પૂરો ભરોસો હતો કે જો હું આખરી ઓવર સુધી ટકી રહીશ તો જીત મળશે. આખરી ઓવરમાં મારે
છક્કો મારવો પડશે તેની પણ મને ખબર હતી અને આ માટે માનસિક રીતે તૈયાર હતો.
વિપરાજે
બહુ સારો સાથ આપ્યો. હું મારી આ ઇનિંગ મારા ગુરૂ શિખરપાજી (ધવન)ને સમર્પિત કરું છું.
મેં ઘરેલુ ક્રિકેટમાં આવી કેટલીક ઇનિંગો રમી છે. જેનો ફાયદો મળ્યો.