મેલબોર્ન, તા.16: વર્ષની પ્રથમ ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયન ઓપનમાં મહિલા અને પુરુષ સિંગલ્સમાં ટોચના ખેલાડીઓએ આગેકૂચ કરી છે. સ્પેનના યુવા અને વિશ્વ નંબર 3 ખેલાડી કાર્લોસ અલ્કરાજે ત્રીજા રાઉન્ડમાં જગ્યા બનાવી છે. તેણે જાપાની ખેલાડી યોશિહિતો નિશિઓકાને માત્ર 81 મિનિટમાં 6-0, 6-1 અને 6-4થી વિજય થયો હતો. નંબર વન ઇટાલીના યાનિક સિનર પર ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યો છે. તેણે ઓસ્ટ્રેલિયન ખેલાડી સ્કોલકેટને 4-6, 6-4, 6-1 અને 6-3થી હાર આપી હતી. પાંચમા ક્રમના ટેલર ફ્રિટઝનો પણ બીજા રાઉન્ડમાં વિજય થયો છે.
મહિલા
વિભાગમાં ગત ચેમ્પિયન આર્યના સબાલેંકાએ જેસિકા બોજાસ માનેરોને 6-3 અને 7-પથી હાર આપી
ત્રીજા રાઉન્ડમાં જગ્યા બનાવી છે. ત્રીજા રાઉન્ડમાં સબાલેંકાની ટક્કર ડેનમાર્કની કલારા
ટોસન વિરુદ્ધ થશે. પોલેન્ડની પૂર્વ નંબર વન ઇગા સ્વિયાતેક પણ ત્રીજા રાઉન્ડમાં પહોંચી
છે. તેણે સ્લોવેકિયાની રેબેકાને 6-0 અને 6-2થી હાર આપી હતી. સ્વિયાતેકની ટક્કર
2021ની યૂએસ ઓપન ચેમ્પિયન બ્રિટનની એમ્મા રાડુકાનૂ સામે થશે. અમેરિકી ખેલાડી કોકો ગોફ
પણ ત્રીજા રાઉન્ડમાં પહોંચી ચૂકી છે.