• સોમવાર, 02 ડિસેમ્બર, 2024

ગજનફરની સ્પિન જાળમાં બાંગલાદેશ ફસાયું વન ડેમાં અફઘાનિસ્તાનનો 92 રને વિજય

શારજાહ, તા.7 : અફઘાનિસ્તાનના 18 વર્ષીય સ્પિનર અલ્લાહ મોહમ્મદ ગજનફરની સ્પિન જાળમાં બાંગલાદેશ ટીમ ફસાઇ હતી અને આખરી 7 વિકેટ 16 રનમાં ગુમાવી દીધી હતી. આથી પહેલા વન ડે મેચમાં બાંગલાદેશ સામે અફઘાનિસ્તાનનો 92 રને ભવ્ય વિજય થયો હતો. ગજનફરે 26 રનમાં 6 વિકેટ ઝડપી હતી. અફઘાનિસ્તાનના 49.4 ઓવરમાં 23પ રનના જવાબમાં બાંગલાદેશની ટીમ 34.4 ઓવરમાં 143 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.

અફઘાનિસ્તાન તરફથી અનુભવી ઓલરાઉન્ડર મોહમ્મદ નબીએ 79 દડામાં 4 ચોક્કા અને 3 છક્કાથી 84 રનની સર્વાધિક ઇનિંગ રમી હતી. જ્યારે કપ્તાન હશમતઉલ્લાહ શહિદીએ પ2 રન કર્યાં હતા. બાંગલાદેશ તરફથી તસ્કીન અહમદ અને મુસ્તાફિઝુર રહેમાને 4-4 વિકેટ લીધી હતી.

236 રનના સામાન્ય વિજય લક્ષ્યનો પીછો કરતા બાંગલાદેશ ટીમ તરફથી કોઇ બેટર મોટી ઇનિંગ રમી શક્યો ન હતો. કપ્તાન નઝમુલ હસન શાંતોએ સૌથી વધુ 47 રન કર્યાં હતા. બાંગલા ટીમ 143 રન જ કરી શકી હતી. આથી અફઘાન ટીમનો 92 રને સરળ વિજય થયો હતો.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક