• સોમવાર, 02 ડિસેમ્બર, 2024

ધ્રુવ જુરેલના લડાયક 80 રનથી ઇન્ડિયા A ટીમના 161

રાહુલ, ઇશ્વરન, ઋતુરાજ નિષ્ફળ

ઓસ્ટ્રેલિયા અ ટીમના 2 વિકેટે 53

મેલબોર્ન, તા.7 : બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝના પ્રથમ મેચની ભારતીય ઇલેવનના દાવેદાર કે એલ રાહુલ (4) અને અભિમન્યુ ઇશ્વરન (0)ની નિષ્ફળતા વચ્ચે પ્રતિભાશાળી વિકેટકીપર - બેટર ધ્રુવ જુરેલની 80 રનની લડાયક ઇનિંગની મદદથી ઇન્ડિયા એ ટીમના પહેલા દાવમાં 161 રન થયા હતા. બીજા બિન સત્તાવાર ટેસ્ટના પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયા એ ટીમના 2 વિકેટે પ3 રન થયા હતા. તે હજુ 108 રન પાછળ છે.

મેલબોર્નની ઉછાળવાળી પિચ પર ભારત એ ટીમના ટોચના બેટધરો ક્રિઝ પર ટકી શક્યા ન હતા. પહેલી ઓવરમાં જ ઇશ્વરન(0) અને સાઇ સુદર્શન (0)ની વિકેટ ગુમાવી હતી. કે એલ રાહુલ 4 અને કપ્તાન ઋતુરાજ ગાયકવાડ પણ 4 રન જ કરી શક્યો હતો. પડીક્કલે 26 અને નીતિશકુમાર રેડ્ડીએ 16 રન કર્યા હતા. એક છેડેથી ખરતી વિકેટો વચ્ચે ધ્રુવ જુરેલે 186 દડામાં 6 ચોક્કા-2 છક્કાથી 80 રનની લડાયક ઇનિંગ રમી હતી. આથી ઇન્ડિયા એ ટીમ પ7.1 ઓવરમાં 161 રન સુધી પહોંચી શક્યું હતું. ઓસ્ટ્રેલિયા એ તરફથી માઇકલ નેસરે 4 અને બો વેબ્સ્ટરે 3 વિકેટ લીધી હતી. દિવસના અંતે ઓસ્ટ્રેલિયા એ ટીમે પ3 રનમાં 2 વિકેટ ગુમાવી હતી. મુકેશ અને ખલિલે 1-1 વિકેટ લીધી હતી.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક