• સોમવાર, 02 ડિસેમ્બર, 2024

વોર્નર ફરી કપ્તાન બન્યો : બિગ બેશમાં સિડની થંડરની કમાન સંભાળશે

સિડની, તા.6: ડેવિડ વોર્નર લાંબા સમય બાદ ઓસ્ટ્રેલિયામાં કપ્તાની કરતો નજરે પડશે. તેને સિડની થંડર ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાલમાં જ વોર્નર પરથી કપ્તાનીનો આજીવન પ્રતિબંધ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)એ હટાવ્યો હતો.

વર્ષ 2028માં કેપટાઉન ટેસ્ટમાં દ. આફ્રિકા વિરુદ્ધ બોલ ટેમ્પરિંગ કરવાના મામલે ડેવિડ વોર્નર, સ્ટિવન સ્મિથ અને કેમરૂન બેનક્રોફટ ઝડપાયા હતા. આ પછી વોર્નર અને સ્મિથ પર એક-એક વર્ષનો ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મુકાયો હતો. સ્મિથ પર 3 વર્ષ સુધી કપ્તાનીનો પ્રતિબંધ અને વોર્નર પર આજીવન પ્રતિબંધ મુકાયો હતો. હવે 6 વર્ષ પછી વોર્નર પરથી આ પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો છે. આથી તે ફરી એકવાર બિગ બેશ લીગની આગામી સીઝનમાં સિડની થંડર ટીમનો કેપ્ટન નિયુક્ત થયો છે. તેણે ક્રિસ ગ્રીનની જગ્યા લીધી છે. બિગ બેશ લીગની 14મી સીઝનની શરૂઆત 17 ડિસેમ્બરથી થશે.

ઇ-પેપરના નવા શુલ્ક