ચેન્નાઇ,
તા.18: ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે ભારતીય બેટધરોના હાલમાં સ્પિનરો સામેના નબળા
પ્રદર્શનને નજરઅંદાજ કરતા કહ્યંy કે તેની ટીમના બેટસમેન દુનિયાના કોઇ પણ પ્રકારના બોલિંગ
આક્રમણનો સામનો કરવા પૂરી રીતે સક્ષમ છે.
બાંગલાદેશ
સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીની પૂર્વ સંધ્યા પર કોચ ગંભીરે જણાવ્યું કે જસપ્રિત બુમરાહ,
મોહમ્મદ શમી, રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાની બોલિંગ ચોકડીએ ભારતના બેટધરોને
જ મહત્ત્વ આપવાની પ્રવૃત્તિ બદલી નાંખી છે. ગંભીરે તેના બોલરોની પ્રશંસા કરી હતી. તેણે
કહ્યંy એક સમયે ભારતીય ટીમ તેની બેટિંગ માટે જાણીતી હતી, પણ હવે બોલરો હરીફ ટીમ પર
હાવી થઇ જીત અપાવી રહ્યા છે.
સ્પિનર સામે ભારતીય બેટધરોના સંઘર્ષ વિશેના સવાલ
પર કોચ ગંભીરે કહ્યંy કે અમારી બેટિંગ યૂનિટમાં એવી ગુણવત્તા છે કે તે કોઇ પણ બોલિંગ
આક્રમણનો સામનો કરી શકે છે. ટેસ્ટ અને વન ડેમાં ઘણું અંતર હોય છે.