ચેન્નાઇ,
તા.17: ભારત અને બાંગલાદેશ વચ્ચેના પ્રથમ ટેસ્ટનો અહીં 19મીથી પ્રારંભ થશે. બે મેચની
ટેસ્ટ શ્રેણી પૂર્વે ભારતીય કપ્તાન રોહિત શર્માએ પત્રકાર પરિષદમાં કહ્યંy કે વર્તમાન
હેડ કોચ ગૌતમ ગંભીર અને પૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડની શૈલિ અલગ અલગ છે પરંતુ નવા કોચ
સાથે તેનો તાલમેલ સારો છે. રોહિતે સ્પષ્ટ કર્યું કે રાહુલભાઇ, વિક્રમ રાઠોડ અને પારસ
મ્હામ્બ્રે અલગ ટીમ હતી. અમને ખબર હતી કે નવો સપોર્ટ સ્ટાફ અલગ દૃષ્ટિકોણ લાવશે.
રોહિતે
નવા કોચ ગૌતમ ગંભીર સાથેના તાલમેલ વિશે જણાવ્યું કે નવા કોચિંગ સ્ટાફની શૈલિ અલગ છે.
પણ એથી કોઇ સમસ્યા નથી. આપસી સમજ મહત્ત્વપૂર્ણ છે. ગંભીર સાથે મારી આવી જ સમજ છે. અત્રે
એ ઉલ્લેખનિય રહેશે કે ગૌતમ ગંભીરે જુલાઇમાં ટીમ ઇન્ડિયાની કોચની જવાબદારી સંભાળી છે.
તેમના કાર્યકાળમાં આ પહેલી ટેસ્ટ શ્રેણી રમાશે.
કેએલ
રાહુલની વાપસી પર કપ્તાન શર્માએ કહ્યંy કે તે અનુભવી ખેલાડી છે. લાંબા સમયથી રમે છે.
તેણે ઘણી મહત્ત્વની ઇનિંગ રમી છે. તે સારા ફોર્મમાં છે.પાછલી સિરીઝમાં સરફરાજ અને જુરેલે
પણ સારો દેખાવ કર્યોં હતો. રોહિતે એમ પણ જણાવ્યું કે ટીમની બહાર થયા બાદ વાપસી કરવી
કોઇ પણ ખેલાડી માટે આસાન નથી હોતી.