• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

મનુ ભાકર અને શ્રીજેશ સમાપન સમારોહમાં ધ્વજવાહક ભારતીય ઓલિમ્પિક મહાસંઘે બન્નેને નામિત કર્યા : મનુ ભાકર ફરી પેરિસ જશે

નવી દિલ્હી, તા. 9 : ખેલનો સૌથી મોટો મહાકુંભ આ વખતે પેરિસમાં થઈ રહ્યો છે. પેરિસ ઓલિમ્પિકનો આગાઝ 26 જુલાઈના થયો હતો અને તેનું સમાપન 11 ઓગસ્ટના થવાનું છે. હવે પેરિસ ઓલિમ્પિક સંબંધિત એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ઓલિમ્પિક મહાસંઘે નિશાનેબાજી મનુ ભાકર સાથે હોકી ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશને પેરિસ ઓલિમ્પિક સમાપન સમારોહ માટે ધ્વજવાહક નામિત કરવામાં આવ્યા છે.

આઈઓએ તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય ઓલિમ્પિક સંઘને પેરિસ 2024 ઓલિમ્પિકના સમાપન સમારોહમાં પિસ્ટલ શૂટર મનુ ભાકર સાથે સંયુક્ત ધ્વજવાહકના રૂપમાં હોકી ગોલકીપર પીઆર શ્રીજેશનું નામાંકન કરવાની ઘોષણાથી ખુશી થઈ રહી છે. આઈઓએ અધ્યક્ષ પીટી ઉષાએ કહ્યું હતું કે શ્રીજેશ આઈઓએ નેતૃત્વમાં એક ભાવનાત્મક અને લોકપ્રિય વિકલ્પ હતો. જેમાં શેફ ડી મિશન ગગન નારંગ અને સંપૂર્ણ ભારતીય દળ સામેલ હતું.

પીટી ઉષાએ કહ્યું હતું કે, શ્રીજેશે બે દશકથી વધુ સમય સુધી વિશેષ રૂપથી ભારતીય હોકી અને ભારતીય ખેલમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. ભાલફેંક ખેલાડી નિરજ ચોપડાએ પણ કહ્યું છે કે તેઓ શ્રીજેશના નામથી ખુશ છે. આ વાત શ્રીજેશ અને ભારતીય રમતમાં તેના યોગદાન માટે નિરજના મનમાં અપાર સન્માન બતાવે છે. આઈઓએએ પહેલા મનુ ભાકરને ધ્વજવાહક પસંદ કરી હતી. જે ભારતની સ્વતંત્રતા બાદથી એક જ ઓલિમ્પિક રમતમાં બે મેડલ જીતનારી પહેલી એથલિટ મળી છે.

પેરિસ ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા બાદ મનુ ભાકર સ્વદેશ પરત ફરી ચૂકી છે અને હવે ક્લોઝિંગ સેરેમની માટે ફરીથી પેરિસ જશે. બીજી તરફ શ્રીજેશે ગોલકીપર તરીકે પુરુષ હોકી ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમ સ્પેનને 2-1થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક