• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

અરશદ નદીમનો એક ગોલ્ડ ભારે પડયો

મેડલ ટેલીમાં પાકિસ્તાન 53મા ક્રમાંકે: ભારત 64મા સ્થાને

પેરિસ, તા. 9 : પેરિસ ઓલિમ્પિક 2024ના જેવલિન થ્રોમાં પાકિસ્તાનનો અરશદ નદીમ ભારતના નિરજ ચોપડ ઉપર ભારે પડયો હતો. અરશદે 92.97 મીટર દૂર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો જ્યારે નિરજ ચોપડાએ 89.45 મીટર દૂર ભાલો ફેંકીને ભારતને સિલ્વર મેડલ જીતાડયો છે. આ ઈવેન્ટનો બ્રોન્ઝ મેડલ એન્ડરસન પીટર્સે 88.54 મીટરના થ્રો સાથે જીત્યો હતો. આ દરમિયાન પેરિસ ઓલિમ્પિકમાં મળેલા પાંચ મેડલ ઉપર પાકિસ્તાનનો એક મેડલ ભારે પડયો છે કારણ કે પાકિસ્તાન હવે ગોલ્ડ મેડલ જીતતા મેડલ ટેલીમાં ભારતથી આગળ નીકળી ગયું છે.

હવે મેડલ ટેલીમાં પાકિસ્તાન એક ગોલ્ડ મેડલ જીતીને 53મા ક્રમાંકે છે. જ્યારે ભારત 64મા નંબરે છે. ભારતે પેરિસ ઓલિમ્પિકમાં એક સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા છે. હોકીમાં ભારતને એક બ્રોન્ઝ મેડલ મળ્યો છે. જ્યારે ત્રણ મેડલ શૂટિંગમાં આવ્યા છે. એટલે કે પાકિસ્તાનનો એક ગોલ્ડ મેડલ ભારે પડયો છે. આ કારણે જ પાકિસ્તાન મેડલ ટેલીમાં ભારતથી આગળ નીકળી ગયું છે. અરશદનો મેડલ 1992ના ઓલિમ્પિક બાદ પાકિસ્તાનને પહેલો મેડલ મળ્યો છે ત્યારે પાકિસ્તાની હોકી ટીમે બાર્સેલોનામાં બ્રોન્ઝ જીત્યો હતો. આ ઉપરાંત નદીમ પાકિસ્તાનનો એવો પેહલો ખેલાડી બન્યો છે જેણે દેશને વ્યક્તિગત ઈવેન્ટમાં પહેલો ગોલ્ડ મેડલ જીતાડયો છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક