CASએ જારી કર્યું અપડેટ : ઓલિમ્પિક
પૂરો થાય તે પહેલા ફેંસલો આવી જશે
નવી
દિલ્હી, તા. 9 : ભારતીય રેસલર વિનેશ ફોગાટને મેડલ મળશે કે નહી તેના ઉપર હવે સીએએસ (કોર્ટ
ઓફ અર્બિટ્રેશન) દ્વારા વધુ એક અપડેટ આપવામાં આવ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે
સીએએસની હેડ હોક ડિવીઝને વિનેશ ફોગાટના મામલે એપ્લીકેશન રજિસ્ટર કરી લીધી છે. વિનેશે
ઓલિમ્પિકમાં પોતાને અયોગ્ય ઠેરવવામાં આવ્યા બાદ ભાવુક પોસ્ટમાં નિવૃત્તિનો નિર્ણય કર્યો
હતો. બીજી તરફ વિનેશને મેડલ મળશે કે નહીં તેની મધ્યસ્થતા એક ઓસ્ટ્રેલિયન જજ કરી રહ્યા
છે. ઓલિમ્પિક પૂરો થાય તે પહેલા આ મામલે ચૂકાદો આવી શકે છે. પેરિસ ઓલિમ્પિકનું સમાપન
11 ઓગસ્ટના રોજ થવાનું છે.
સીએએસ
તરફથી નવમી ઓગસ્ટે વિનેશ ફોગાટ મામલે એક પ્રેસ રિલિઝ જારી કરવામાં આવી છે અને આ મામલે
પોતે જ અપડેટ આપ્યા છે. વિનેશના કેસને સીએએસ ઓજી24-17 વિનેશ ફોગાટ વિરુદ્ધ યુનાઈટેડ
વર્લ્ડ રેસલિંગ અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સીમતિ તરીકે નોંધવામાં આવ્યો છે. સીએએસએ
કહ્યું છે કે આ મામલે વિનેશ ફોગાટ તરફથી 7 ઓગસ્ટ 2024ના ભારતીય સમય અનુસાર 8.15 વાગ્યે
એપ્લિકેશન આપવામાં આવી છે. જેમાં નિવેદન કરવામાં આવ્યું છે કે તેને ફાઈનલમાં ક્વોલિફાઈ
કરવાની મંજૂરી આપવામાં આવે અને ગોલ્ડ મેડલ માટેના મુકાબલા માટે યોગ્ય ગણવામાં આવે.
સીએએસએ કહ્યું છે કે આ મામલે એડ હોક ડિવિઝન પ્રક્રિયા ચાલી રહી છે. જો કે એક કલાકની
અંદર યોગ્યતાનો નિર્ણય જારી કરવો સંભવ નથી. જો કે હવે આ કેસને એક પુર્વ જજ ડો. એનાબેલ
બેનેટ એસી એસસી પાસે મોકલવામાં આવ્યો છે. તેઓ ફેડરલ કોર્ટ ઓફ ઓસ્ટ્રેલિયામાં એડિશનલ
જજ છે. જેઓ આ મામલે મધ્યસ્થતા કરી રહ્યા છે.