• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

રેસલર અંતિમ પંઘાલની પેરિસમાંથી હકાલપટ્ટી : 3 વર્ષનો તોળાતો પ્રતિબંધ એથ્લિટ વિલેજમાં ઘૂસવા પ્રયાસ કરતાં બહેનની અટકાયત

પેરિસ, તા.8 : ભારતીય મહિલા પહેલવાન અંતિમ પંઘાલને તુરંત પેરિસ છોડી દેવા આદેશ સાથે હકાલપટ્ટી (ડિપોર્ટ) કરવામાં આવી છે. તેની બહેન નિશાએ એથ્લિટ વિલેજમાં ઘૂસવા પ્રયાસ કરતાં અટકાયત કરાઈ હતી જેને પગલે અંતિમને પણ પૂછપરછ માટે પોલીસે બોલાવ્યો હતો. ગેરશિસ્ત બદલ અંતિમ વિરુદ્ધ 3 વર્ષનો પ્રતિબંધ તોળાઈ રહયો છે. તે ભારત પરત આવ્યા બાદ પગલાં લેવાઈ શકે છે.

ત્યાર બાદ શિક્ષાત્મક પગલાંમાં અંતિમની પેરિસ ઓલિમ્પિક વિલેજની માન્યતા રદ કરવામાં આવી  અને તેને પેરિસમાંથી નીકળી જવા આદેશ કરાયો હતો. એથ્લિટ વિલેજના સુરક્ષા અધિકારીઓએ અંતિમની બહેન નિશાને અયોગ્ય રીતે ઘૂસવાના પ્રયાસના આરોપમાં પકડી હતી. પોલીસે તેને થોડો સમય સુધી અટકાયતમાં રાખી હતી. ભારતીય ઓલિમ્પિક સંઘની દરમિયાનગીરી બાદ તેને જવા દેવાઈ પરંતુ અંતિમને પોતાના કોચ, ભાઈ અને બહેન સાથે તુરંત પેરિસ છોડી દેવા આદેશ અપાયો હતો. અંતિમ દેશની ત્રીજી મહિલા પહેલવાન છે જે ખાલી હાથ સ્વદેશ પરત આવશે.

19 વર્ષીય અંતિમ પંઘાલ પેરિસ ઓલિમ્પિકમાં બુધવારે પ3 કિલો વર્ગમાં તૂર્કીની પહેલવાન સામે 0-10થી હારી હતી તેણે કથિત રૂપે પોતાની બહેનને પોતાના એક્રેડિટેશન કાર્ડનો ઉપયોગ કરીને એથ્લિટ વિલેજમાંથી સામાન લેવા મોકલી હતી ત્યારે સુરક્ષા કર્મીઓએ પકડી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક