• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

કુશ્તીમાં અમન સેમિ ફાઇનલમાં

ક્વાર્ટર ફાઇનલમાં વર્લ્ડ ચેમ્પિયનને 12-0થી બે મિનિટમાં પટક્યો

પેરિસ, તા.8 : ઓલિમ્પિકમાં ભારતીય પહેલવાન અમન સેહરાવતે ધમાકેદાર પ્રદર્શન કરતાં ક્વાર્ટર ફાઇનલમાં વર્લ્ડ ચેમ્પિયન પહેલવાનને ધોબી પછાડથી દેશ માટે ચંદ્રકની આશા જીવંત કરી છે. પ7 કિલો વર્ગ ફ્રી સ્ટાઇલ કુશ્તીમાં ગુરુવારે અમને અલ્બેનિયાના ઝેલિમખાન અબકારોવને 1ર-0થી પટકીને માત્ર બે મિનિટમાં હરાવ્યો હતો.

અમન સેમિફાઇનલમાં જાપાનના રેઇ હિગુચી સામે મુકાબલો કરશે જે ગુરુવારે રાત્રે યોજાશે. હિગુચીએ રિયો ર016 ઓલિમ્પિકમાં રજત ચંદ્રક જીત્યો હતો.

ર1 વર્ષીય અમને રાઉન્ડ ઓફ 16માં મેસેડોનિયાના વ્લાદિમીર એવોરોવને 10-0થી હરાવ્યો હતો. આ વર્ગમાં ક્વાર્ટર ફાઇનલમાં ક્વોલિફાય થનાર તે પહેલો ભારતીય પહેલવાન હતો. ફ્રી સ્ટાઇલ કુશ્તીમાં  અમન પહેલીવાર ઓલિમ્પિકમાં ઉતર્યો છે. પ7 કિલો વર્ગમાં તે ર0ર3નો એશિયાઈ ચેમ્પિયન હતો. ર0રરમાં તેણે અંડર ર3માં સ્વર્ણ ચંદ્રક જીત્યો હતો. ર0ર4 એશિયાઈ કુશ્તીમાં ઝળકી તેણે પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક