• મંગળવાર, 23 એપ્રિલ, 2024

રવિવારે રાજકોટમાં સૂરતાલનો વરસાદ

કોલકત્તાના 12 વર્ષીય કલાકાર અનિર્બાન રોયનું બાંસુરીવાદન, મૈત્રેયી રોયનું શાત્રીય ગાયન: તબલાં પર મણિ ભારદ્વાજની સંગત

ખયાલ આર્ટ સંસ્થાના ઉપક્રમે બરસે બદરિયા શીર્ષકથી સંગીતનો સ્મરણીય કાર્યક્રમ: ઓડિયો-વિઝ્યુઅલ ઈફેક્ટની વિશેષતા

રાજકોટ, તા. 6: વરસાદની આગાહી વારંવાર થઈ રહી છે તે સાચી પડે ત્યારે, પરંતુ રાજકોટના હેમુ ગઢવી ઓડિટોરીયમમાં રવિવાર તા. 11 જૂને સાંજે 8.30 કલાકે શાત્રીય-હળવા કંઠય સંગીતના સૂર અને તાલનો વરસાદ થવાનો છે. મંચ પર હશે 12 વર્ષનો નાનો છતાં નિવડેલો કલાકાર અનિર્બાન રોય. રમકડાં રમવાની તેની વય હજી તો પૂર્ણ થઈ છે પરંતુ તે ત્રણ વર્ષનો હતો ત્યારથી વાંસળી વગાડે છે. પિતા લોકનાથજી તેના ગુરુ છે. હેમા માલિની, માધુરી દીક્ષિત જેવા નામાંકિત કલાકારોએ તેના અનિર્બાનના બાંસુરીવાદન પર નૃત્ય કર્યું છે. સોનુ નિગમ, અભિષેક બચ્ચન, એ.આર. રહેમાન સહિતના કલાકારો જેના શ્રોતા રહ્યા છે તેવા અનિર્બાન રોયને સૌથી નાની વયના વાંસળી વાદક તરીકે ઉપરાષ્ટ્રપતિએ સન્માનિત કર્યા છે.

અનિર્બાનની મોટી બહેન મૈત્રેયી વિદૂષી અંજના નાથ પાસેથી શાત્રીય ગાયનની તાલીમ લે છે. ગઝલ-હળવા કંઠયસંગીતની પ્રસ્તુતિ પણ તે સંમોહક રીતે કરે છે. બન્ને કલાકારો સાથે તબલાં પર સંગત કરશે જાણીતા તબલા વાદક મણિ ભારદ્વાજ. તેમણે હરિહરન, શંકર મહાદેવન, અનુપ જલોટા સહિતના કલાકારો સાથે તબલાં વગાડયાં છે. કાર્યક્રમનું આયોજન ખયાલ આર્ટના માધ્યમથી જયદીપ વસોયા, હર્ષદ ગોહેલ, નરેન્દ્ર ઝીબા અને ધર્મેન્દ્ર પરસાણા કરી રહ્યા છે. ઋતુને ધ્યાને રાખીને કાર્યક્રમને બરસે બદરિયા નામ અપાયું છે. આયોજકોએ જણાવ્યું છે કે ખયાલ આર્ટનો પ્રથમ પ્રયોગ ભારતીય શાત્રીય ંસગીતની પરંપરા સાથે લોકોના મોટા સમૂહને જોડવાનો પ્રયાસ છે.

અશોક ખોસલાની ઉપસ્થિતિ

અંકુશ ફિલ્મની પ્રખ્યાત વધુ વિગતો માટે ઈ-પેપર વાંચો

ઇ-પેપરના નવા શુલ્ક