• સોમવાર, 20 માર્ચ, 2023

Breaking News

ચીને વુહાન નમૂનાનો રિપોર્ટ છૂપાવ્યો : WHOની ફટકાર

જીનેવા તા.18 : વુહાનના કોરોના વાયરસના કેસને લગતા ડેટા અંગે ચાલાકી કરનાર ચીનને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ફટકાર લગાવી છે. ચીની અધિકારીઓ પર વૈજ્ઞાનિક રિસર્ચનો રિપોર્ટ રોકી વિગતો છુપાવવા પ્રયાસ કર્યાનો આરોપ છે. દાળમાં કંઈક કાળુ છુપાવવાના પ્રયાસમાં રિપોર્ટ જાહેર થવા દીધો નથી.

ડબલ્યુએચઓએ વર્ષ ર0ર0માં મધ્ય ચીનના એક શહેર વુહાનની એક બજારમાંથી લેવામાં આવેલા નમૂનાઓનો રિપોર્ટ રોકી રાખવા બદલ ચીનની નિંદા કરી છે. કોરોના મહામારીની ઉત્પત્તિ અંગે આ ડેટા મહત્ત્વનો સાબિત થઈ શકે તેમ છે પરંતુ ચીને આ રિપોર્ટ છૂપાવી રાખ્યો છે. ડબલ્યુએચઓએ ચીનને પારદર્શિતા દાખવવા અને નમૂનાનો રિપોર્ટ જાહેર કરવા ટકોર કરી છે. ડબલ્યુએચઓના મહાનિર્દેશક ડો.અદનોમ ગેબ્રેયેસસે જિનેવા ખાતે શુક્રવારે કહ્યંy કે કોવિડ-19ની ઉત્પત્તિના અધ્યયન સાથે સંબંધિત ડેટાને તુરંત આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે શેર કરવાની જરુર છે. આ ડેટા ખરેખર 3 વર્ષ પહેલા શેર કરી દેવો જોઈતો હતો.