• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

અખંડ ભારતનો નકશો, હવે બાંગ્લાદેશે વાંધો ઉઠાવ્યો

શેખ હસીના સરકારે જવાબ માગ્યો, નેપાળ-પાક.નો પણ વિરોધ

ઢાકા, તા.7 : ભારતની નવી સંસદની નવી ઈમારતમાં લગાવવામાં આવેલા અખંડ ભારતના નકશાથી બાંગ્લાદેશ ભડકી ઉઠયું છે. વડાપ્રધાન શેખ હસીનાએ આ મામલે ભારત સરકાર પાસે જવાબ માગ્યો છે. અખંડ ભારતના આ નકશામાં બાંગ્લાદેશ, નેપાળ અને પાકિસ્તાનના વિસ્તાર પણ સામેલ છે.

બાંગ્લાદેશના વિદેશ રાજ્યમંત્રી શહરિયાર આલમે કહ્યંy કે તેમની સરકાર ભારત સરકાર પાસે આ સમગ્ર મામલે ખુલાસો પૂછશે. આ પહેલા નેપાળ અને

પાકિસ્તાને પણ અખંડ ભારતને દર્શાવતા ભીત ચિત્ર સામે વાંધો ઉઠાવ્યો હતો. બાંગ્લાદેશના વિદેશ મંત્રીએ વધુમાં કહયુ કે અમે દિલ્હી ખાતેના અમારા દૂતાવાસને નિર્દેશ આપ્યો છે કે તે ભારતના વિદેશ મંત્રાલય પાસે અખંડ ભારતના નકશા મામલે સંપર્ક કરે. બાંગ્લાદેશની મુખ્ય વિપક્ષી પાર્ટી બીએનપીએ આ નકશાને બાંગ્લાદેશની સ્વતંત્રતા અને સંપ્રભુતા માટે ખતરો ગણાવ્યો છે. આલમ અનુસાર ભારતના આ નકશા અંગે બાંગ્લાદેશમાં વ્યાપક રીતે રોષ છે.

ઇ-પેપરના નવા શુલ્ક