• શુક્રવાર, 29 માર્ચ, 2024

સિસોદિયાને યાદ કરી કેજરીવાલ રડી પડયા

દિલ્હીમાં શૈક્ષણિક સંસ્થાનના ઉદ્ઘાટન પ્રસંગે ભાવુક થયા

નવી દિલ્હી, તા.7 : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બુધવારે એક શૈક્ષણિક સંસ્થાનના ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાને યાદ કરી ભાવુક થઈ રડી પડયા હતા.

મોદી સરકાર પર નિશાનો સાધતા કેજરીવાલે કહ્યું કે, એ લોકો ઈચ્છે છે કે દિલ્હીની શિક્ષણ ક્રાંતિને ખતમ કરી દેવામાં આવે પરંતુ અમે આવું થવા દઈશું નહીં. મનીષ સિસોદિયાનું એક સ્વપ્ન હતું કે દરેક બાળકને સારું શિક્ષણ મળવું જોઈએ. કેન્દ્ર સરકારે તેમના પર ખોટા કેસ કરીને હાલ જેલમાં પૂરી દીધા છે. જો તેઓ સારું શિક્ષણ આપતા ન હોત તો તેમને જેલમાં નાખવામાં આવ્યા ન હોત. સરકારને તકલીફ પડી રહી હતી કે આવી સારી શાળાઓ બની રહી છે. દેશમાં આજે દિલ્હીની શાળાઓની ચર્ચા છે જેથી કેન્દ્ર સરકારને તકલીફ છે.

ઇ-પેપરના નવા શુલ્ક