• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

વિદેશમાં રાહુલનાં નિવેદનોથી દેશ બદનામ થાય છે, સરકાર નહીં: રૂપાલા મોદી સરકારની નવ વર્ષની ઉપલબ્ધીઓની જાણકારી આપતા કેન્દ્રીય મંત્રી

નવીદિલ્હી, તા.6: ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ આજે કેન્દ્રીય કાર્યાલયમાં પત્રકાર પરિષદ સંબોધતા છેલ્લાં નવ વર્ષમાં કેન્દ્ર સરકારની ઉપલબ્ધીઓની વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીની સરકાર નવ વર્ષમાં કરવામાં આવેલા મહત્ત્વપૂર્ણ નિર્ણયોનાં કારણે આજે ભારત વૈશ્વિક ફલક ઉપર એક સશક્ત રાષ્ટ્ર તરીકે ઉપસી આવ્યું છે.

રૂપાલાએ કહ્યું હતું કે, મોદી સરકારે લીધેલા નિર્ણયોથી લોકતંત્ર મજબૂત બન્યું છે અને સાથોસાથ ગરીબ, વંચિત, મહિલાઓ, યુવાનો અને કિસાનો પણ સશક્ત બન્યા છે. દેશની આર્થિક તાકાત વધી છે. બીજીબાજુ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિદેશી ધરતી ઉપર જઈને દેશવિરોધી નિવેદનો કરીને ભારતની છબિ ધૂંધળી કરવાની કોશિશમાં લાગેલા છે.

અમેરિકામાં રાહુલ દ્વારા ચલાવવામાં આવતાં અભિયાનની સખત આલોચના કરતાં રૂપાલાએ કહ્યું હતું કે, ઘરમાં કોઈ સમસ્યા કે વિવાદ થાય તો તેને ઘરની અંદર જ ઉકેલવા જોઈએ. વિપક્ષીદળોને સરકારનાં કામો ઉપર ટીકા-ટિપ્પણી કરવાનો અધિકાર છે પણ વિદેશની ધરતી ઉપર જઈને બોલવું કેટલું ન્યાયસંગત છે ? વિદેશમાં આપણી ઓળખ એક દેશ તરીકે હોય છે. ભાજપ કે કોંગ્રેસની નહીં. ભારતની વિરુદ્ધ કંઈ બોલવામાં આવે તો દેશ બદનામ થાય છે, સરકાર નહીં. રાહુલનાં નિવેદનો વખોડી જ કાઢવા જોઈએ.

તેમણે આગળ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીએ કિસાન, માછીમાર, પશુપાલકોનાં જીવનમાં મોટા બદલાવ માટે મહત્ત્વના નિર્ણયો કરેલા છે.

ઇ-પેપરના નવા શુલ્ક