-સરકાર ઉપર તાનાશાહી અને ઓનલાઈન અભિયાન ઉપર હુમલાનો આક્ષેપ ઃ કોકરોચથી સરકાર ડરી ગઈ? કોકરોચ એમ ક્યારેય મરતા નથી
નવી દિલ્હી,
તા.23ઃ
ભારતનાં મુખ્ય
ન્યાયધીશ(સીજેઆઈ)
સૂર્યકાંતની ટિપ્પણીથી
સોશિયલ મીડિયામાં
શરૂ થયેલો
કોકરોચ ટ્રેન્ડ
હવે સરકાર
વિરોધી અભિયાનમાં
પલટાઈ રહ્યો
છે. આંધીની
જેમ સપાટાભેર
ફરી વળનાર
કોકરોચ જનતા
પાર્ટીનું એક્સ
એકાઉન્ટ સૌથી
પહેલા બંધ
કરી નાખવામાં
આવ્યું હતું
અને વધુ
એક કાર્યવાહીમાં
આ ઓનલાઈન
અને આભાસી
પક્ષની વેબસાઈટ
પણ ઠપ
કરી નાખવામાં
આવી છે.
કોકરોચ જનતા
પાર્ટી શરૂ
કરનાર અભિજીત
દીપકનાં કહેવા
અનુસાર તેનું
અંગત ઈન્સ્ટાગ્રામ
એકાઉન્ટ પણ
હેક થઈ
ગયું છે
અને તે
આને એક્સેસ
કરી શકતા
નથી. અભિજીતે
પોતાની સામે
શરૂ થયેલા
આ ઓનલાઈન
આક્રમણ અને
નિયંત્રણોને તાનાશાહી
ગણાવીને વખોડી
કાઢયા છે.
કોકરોચ જનતા
પાર્ટી નામે
સરકારની નીતિઓ
વિરુદ્ધ અભિયાન
છેડનાર અભિજીતે
પોતાનાં સોશિયલ
મીડિયા એકાઉન્ટમાં
જ જાણકારી
આપી હતી
કે, તેની
વેબસાઈટ બંધ
કરી નાખવામાં
આવી છે.
તેણે સોશિયલ
મીડિયામાં લખ્યું
હતું કે,
કેન્દ્ર સરકારે
અમારી વેબસાઈટ
બંધ કરી
નાખી છે.
અમારી વેબસાઈટ
ઉપર અત્યાર
સુધીમાં 10 લાખથી
વધુ લોકોએ
નોંધણી કરાવી
લીધી હતી.
આટલું જ
નહીં આ
વેબસાઈટ ઉપર
6 લાખથી વધુ
લોકોએ શિક્ષા
મંત્રી ધમેન્દ્ર
પ્રધાનનાં રાજીનામાની
માગણી કરતાં
આવેદન ઉપર
હસ્તાક્ષર કર્યા
હતાં.
અભિજીતે આગળ
પોસ્ટમાં સવાલ
કર્યો હતો
કે, આખરે
શા માટે
સરકાર અમારી
પાર્ટીથી આટલી
ડરે છે?
સરકાર આખરે
કોકરોચીસ-વંદાથી
ડરી ગઈ
છે? કેન્દ્ર
સરકારનાં આ
તાનાશાહી વલણથી
ભારતનાં યુવાનોની
આંખો ઉઘડી
રહી છે.
તમે આટલી
આસાનીથી અમારાથી
છૂટકારો નહીં
મેળવી શકો.
અમે નવા
ઘરની તલાશમાં
છીએ અને
કોકરોચ ક્યારેય
મરતા નથી.
આ પહેલા
સવારે અભિજીતે
જણાવ્યું હતું
કે, તેનાં
વ્યક્તિગત ઈન્સ્ટા
એકાઉન્ટને પણ
હેક કરવાની
કોશિશ કરવામાં
આવી હતી.
કોકરોચ જનતા
પાર્ટી ઉપર
હુમલા જારી
છે. પહેલા
અમારું ઈન્સ્ટાગ્રામ
પેઈજ હેક
કરવામાં આવ્યું
અને પછી
મારું વ્યક્તિગત
એકાઉન્ટ પણ
હેક થયું.
એક્સ એકાઉન્ટને
ભારતમાં બંધ
કરી નાખવામાં
આવ્યું. ત્યારબાદ
અમારી પાર્ટીનું
બેકઅપ એકાઉન્ટ
પણ બંધ
કરાયું.
ઉલ્લેખનીય છે
કે, કોકરોચ
જનતા પાર્ટીને
ગણતરીનાં દિવસોમાં
પ્રચંડ લોકસમર્થન
મળ્યું છે
અને સોશિયલ
મીડિયામાં તે
ભાજપ અને
કોંગ્રેસ કરતાં
વધુ ઝડપથી
ફોલો થવા
લાગી હતી.
વિપક્ષી દળોમાંથી
પણ તેને
નોંધપાત્ર નેતાઓનું
સમર્થન મળ્યું
હતું અને
આ સોશિયલ
મીડિયા જુવાળે
દેશની રાજનીતિમાં
પણ ખળભળાટ
મચાવી દીધો
છે.