• મંગળવાર, 12 મે, 2026

નેપાળના દાવ સાવ ખોટા છે : ભારત

માનસરોવર યાત્રામાં લિપુલેખ પર રોક બાદ વિદેશ મંત્રાલય : નેપાળ પાસે ઐતિહાસિક પ્રમાણ નથી

કાઠમંડુ, તા. 4 : ભારત અને ચીન સામે વિરોધ ઊઠાવ્યા બાદ ભારતીય તીર્થયાત્રીઓને લિપુલેખ મારફતે કૈલાસ માનસરોવર યાત્રા નહીં કરવાની અપીલ કરનાર નેપાળ સરકાર પર ભારત સરકારે પલટવાર કર્યો હતો. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, આ મુદ્દા પર ભારતની સ્થિતિ પહેલાંથી સ્પષ્ટ અને સ્થિર છે. હજુ પણ વાતચીત, કૂટનીતિથી વિવાદ ઉકેલવાના પક્ષમાં છીએ.

લિપુલેખ, કાલાપાની, લિમ્પિયાધુરા સહિત ક્ષેત્રો પર નેપાળ દ્વારા વખતોવખત કરાતો દાવો ખોટો છે, તેવું તેમણે કહ્યંyં હતું. નેપાળ સરકાર પાસે આવા દાવાનાં સમર્થનમાં કોઈ ઐતિહાસિક પ્રમાણ નથી, લિપુલેખ 1954થી કૈલાસ માનસરોવર યાત્રાનો પરંપરાગત માર્ગ રહ્યો છે. આ કોઈ નવો મુદ્દો નથી, આ માર્ગનો ઉપયોગ તીર્થયાત્રીઓ દાયકાઓથી કરી રહ્યા છે. તો અચાનક શું થયું, તેવો સવાલ ભારતે ઊઠાવ્યો હતો.

એકતરફી અને કૃત્રિમ રીતે સીમા દાવાઓ વધારવા સ્વીકાર્ય નથી, તેવું ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક