તપાસમાં ખુલાસો; રન-વેનાં સ્થાને ખેતર દેખાયાં, વિમાનની ઊંચાઇમાંયે ભ્રમ થયો
નવી દિલ્હી, તા. 10 : દિલ્હીનાં
ઈન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બે દિવસ પહેલાં 800થી વધુ ઉડાન વિલંબમાં પડવાના
મામલામાં મોટો ખુલાસો થયો છે. તપાસ પરથી જાણવા મળ્યું છે કે, જીપીએસ સાથે છેડછાડ કરાઇ
હતી.
મળતી માહિતી મુજબ સાંજે લગભગ
સાત વાગ્યાથી પાઈલટ્સને બોગસ સિગ્નલ મળવા લાગ્યાં હતાં. કોકપીટ ક્રીન પર વિમાનની દિશા
જ બદલી ગઇ હતી.
રન-વેનાં સ્થાને ખેતરો દેખાવા
લાગ્યાં હતાં. એટલું જ નહીં, પરંતુ વિમાનની
ઊંચાઇને લઇને પણ ભ્રમની સ્થિતિ પેદા થઇ હતી. જીપીએસ સાથે છેડછાડ થઇ હોવાથી એર ટ્રાફિક
કંટ્રોલ (એટીસી)ને પણ મોડેથી મેસેજ મળવા લાગ્યા હતા, એ જોતાં વિમાનોને દિલ્હી એરપોર્ટનાં
સ્થાને જયપુર ડાયવર્ટ કરાયાં હતાં.