• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

રાજનીતિમાં સોશિયલ મીડિયાનો પ્રભાવ-અસર વધી નેતાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકિટવ : સતત પ્રચાર-પ્રસાર

નવી દિલ્હી: છેલ્લા 15 વર્ષમાં રાજકારણીઓએ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ ચૂંટણી પ્રચાર અને પોતાના વિચારોનો પ્રચાર કરવા માટે વધુને વધુ કર્યો છે. વડાપ્રધાનથી લઈને કોર્પોરેટર સુધી લગભગ દરેક વ્યક્તિ મુખ્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકિટવ છે.

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ઉપરાંત રાજકારણીઓ હવે લિંક્ડઇન પર  દેખાય છે. વડાપ્રધાન મોદીના એકસ હેન્ડલ પર આશરે 1.08 કરોડ ફોલોઅર્સ છે, જ્યારે રાહુલ ગાંધીના આશરે 28 લાખ ફોલોઅર્સ છે. બિહારમાં લગભગ દરેક પક્ષ પાસે લગભગ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનું પેજ, હેન્ડલ અને સત્તાવાર આઈડી છે. હાર્ડવેર અને સોફ્ટવેરમાં સસ્તા ડેટા અને ટેકનોલોજીકલ પ્રગતિએ શક્ય તેટલા વધુ લોકો સાથે જોડાવા માટે તમામ પક્ષો વચ્ચે સ્પર્ધા ઉભી કરી છે. ટેલિફોન નંબરોની જેમ સોશિયલ મીડિયાની હાજરીનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જનસુરાજ ફેસબુક પર આગળ છે, જ્યારે બિહાર ભાજપ ઇન્સ્ટાગ્રામ પર આગળ છે. જનતા દળ (યુનાઇટેડ) અને કોંગ્રેસની સાથે, આરજેડી નાગરિકો સાથે સીધો સંપર્ક કરી રહી છે.

2014ની લોકસભા ચૂંટણી પછી દરેક પક્ષે ડિજિટલ દુનિયામાં પોતાના ઉમેદવારોને મદદ કરવા માટે રાજ્ય સ્તરનો વોર રૂમ સ્થાપ્યો છે. 2025 સુધીમાં લગભગ દરેક ઉમેદવાર પાસે હવે પોતાનો વોર રૂમ છે જ્યાં ટેકનોલોજી ધરાવતા યુવાનો બજેટના હિસાબે દિવસ-રાત કામ કરી રહ્યા છે. પરિણામ એ આવ્યું છે કે દિવાલ પેઇન્ટિગ, બેનરો, પેમ્ફલેટ વગેરેની પ્રથા લગભગ બંધ થઈ ગઈ છે. શહેરી વિસ્તારોમાં ભાગ્યે જ કોઈ ઉમેદવારે કોઈ બેનરો લગાવ્યા છે. પક્ષ, રાજકારણી અથવા ઉમેદવારની એક અલગ સોશિયલ મીડિયા ઓળખ હોય છે જે સમર્થકો દ્વારા સંચાલિત થાય છે.

ઇ-પેપરના નવા શુલ્ક