એઆઈનો પરપોટો ફુટવા લાગ્યો : અર્થતંત્ર ઉપર દબાણના કારણે સ્થિતિ ગંભીર
નવી
દિલ્હી, તા. 7 : અમેરિકામાં વર્તમાન સમયે હાહાકાર મચેલો છે. લોકોની નોકરીઓ જઈ રહી છે
અને ટ્રમ્પ સરકારના પડકારોમાં સતત વધારો થઈ રહ્યો છે. આમ તો જે રીતે અમેરિકામાં આર્થિક
સંકટ ઘેરૂ બની રહ્યું છે તેની અસર અન્ય દેશો ઉપર પણ જોવા મળી શકે છે. અમેરિકી સંકટની
અસર શેરબજારમાં પણ જોવા મળી હતી. જેમાં ગુરુવારે એસએન્ડપી 500મા 1.1 ટકાનો ઘટાડો આવ્યો
હતો અને એસડેક ઈન્ડેક્સ 2 ટકા સુધી ઘટયો હતો. કહેવાય છે કે એઆઈનો જે પરપોટો બન્યો હતો
તે હવે ફુટવા લાગ્યો છે. રોકાણકારોને એઆઈ કંપનીઓ
અંગે ચિંતા છે. મોટી ટેક કંપનીઓ અને ખાસ કરીને
એઆઈ થીમના શેરમાં હાઈ વેલ્યુએશન જોવા મળી રહ્યું છે. આ મામલે રોકાણકારો સતર્ક છે. કારણ
કે છેલ્લા બે વર્ષમાં એઆઈ સંબંધિત કંપનીઓના શેરમાં જોરદાર રેલી જોવામા આવી હતી પણ તેના
હિસાબે વિકાસ થયો નથી. બીજી તરફ અમેરિકી અર્થતંત્રમાં મંદીના સંકેત સાથે રોજગાર સંકટ
વધી રહ્યું છે. માત્ર ઓક્ટોબર 2025મા જ અમેરિકામાં અંદાજીત 1.53 લાખ લોકોએ નોકરી ગુમાવી
છે. અત્યારસુધીમાં 2025 દરમિયાન અંદાજીત 11 લાખ નોકરી ઉપર કાતર ચાલી છે. જે એક વર્ષ
પહેલાની તુલનાએ લગભગ 65 ટકા વધારે છે.
ટેરિફ
વોર : ચીનની નિકાસ ઘટી
અમેરિકામાં
શિપમેન્ટમાં 25%નો ઘટાડો
અમેરિકા
સાથે ટેરિફ વોર વચ્ચે ઓક્ટોબરમાં ચીનની નિકાસમાં 1.1% નો અને અમેરિકામાં શિપમેન્ટમાં
25% નો ઘટાડો નોંધાયો છે. ચીન સરકારે શુક્રવારે આ અંગે અહેવાલ જાહેર કર્યો હતો. રાષ્ટ્રપતિ
ટ્રમ્પ અને ચીનના નેતા શી જિનાપિંગ ગયા અઠવાડિયે બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચેના
વેપાર યુદ્ધને ઘટાડવા માટે સંમત થયા પછી વાશિંગ્ટન સાથે વેપાર તણાવ ચાલુ રહેવાને વર્ષના
અંતિમ ક્વાર્ટરમાં રાહત મળી શકે છે. કસ્ટમ્સ ડેટા દર્શાવે છે કે ઓક્ટોબરમાં ચીનની વૈશ્વિક
નિકાસમાં એક વર્ષ અગાઉની સરખામણીમાં 1.1 ટકાનો ઘટાડો થયો છે.
શટડાઉનની
અસર : અમેરિકામાં
700થી
વધુ ઉડાન રદ કરાઈ !
અમેરિકામાં
શટડાઉનને 37 દિવસ થઈ ચૂક્યા છે, જેની સૌથી વધારે અસર હવાઈ યાત્રા પર પડી રહી છે, જેનાં
પગલે હજારો યાત્રીઓ પરેશાન થઈ ગયા છે.
અમેરિકામાં
700થી વધુ ઉડાન અત્યાર સુધીમાં રદ થઈ ચૂકી છે. જો કે, આંતરરાષ્ટ્રીય ઉડાનો બચેલી છે.
સંઘીય
ઉડ્ડયન પ્રશાસને ગઈકાલે ગુરુવારે ઘોષણા કર્યા બાદ શુક્રવારથી દેશનાં 40 મોટા એરપોર્ટ
પર ઉડાનોમાં કાપ મૂકવાની પ્રક્રિયા શરૂ થઈ
ગઈ હતી.
આ કાપમાં
ન્યૂયોર્ક અને વોશિંગ્ટનનાં મોટાં એરપોર્ટ્સ પણ સામેલ છે. આ 40માંથી મોટાભાગનાં હવાઈ
મથક દેશના સૌથી વ્યસ્ત રહેતાં એરપોર્ટ છે.