• સોમવાર, 08 ડિસેમ્બર, 2025

અમેરિકી પ્રતિબંધો સામે મજબૂર ભારતીય ક્રૂડ કંપનીઓ

21 નવેમ્બરથી રશિયન ક્રૂડના આયાતમાં મુકશે કાપ

 

નવી દિલ્હી, તા. 6 : અમેરિકા દ્વારા રશિયાની પ્રમુખ તેલ કંપની રોસનેફ્ટ અને લુકોઈલ ઉપર 21 નવેમ્બરથી લાગુ થનારા નવા પ્રતિબંધો બાદ ભારતે પોતાની રશિયન ક્રુડની સીધી આયાતમાં કાપનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી ડિસેમ્બરમાં રશિયન ક્રૂડની આવકમાં ઝડપથી ઘટાડો આવવાની સંભાવના છે. જો કે 2026ની શરૂઆત સુધીમાં વૈકલ્પિક વ્યાપાર માર્ગ અને વચેટિયા મારફતે તેમાં ધીરે ધીરે સુધારો જોવા મળી શકે છે.

સમુદ્રી ગુપ્તચર કંપની કેપ્લર અનુસાર આ નિર્ણય ભારતની ક્રૂડ સપ્લાઈ ચેનમાં અસ્થાયી અસંતુલન પેદા કરશે કારણ કે ભારત અત્યારસુધીમાં રશિયાથી મોટા પ્રમાણમાં ક્રૂડની આયાત કરી રહ્યું હતું અને રિફાઈનરીમાં પ્રોસેસ કરીને પેટ્રોલ અને ડીઝલ જેવા ઈંઘણમાં પરિવર્તિત કરી રહ્યું હતું. ભારતની સૌથી મોટી ક્રૂડ આયાતકાર કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનો રોસનેફ્ટ સાથે લાંબાગાળાનો સપ્લાઈ કોન્ટ્રાક્ટ છે. કંણની હવે રશિયન ક્રૂડની ખરીદી બંધ કરવા જઈ રહી છે.  આ ઉપરાંત બે અન્ય સરકારી નિયંત્રણની કંપની મેંગલોર રિફાઈનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ અને એચપીસીએલ-મિત્તલ એનર્જી લિમિટેડે પણ ભવિષ્યમાં રશિયન ક્રૂડની આયાતને રોકવાની ઘોષણા

કરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક