નાગપુરના કાર્યક્રમમાં કહ્યું, દેશના વિકાસમાં નાગરિકોનું હિત સામેલ છે
નાગપુર, તા. 12 : રાષ્ટ્રીય સ્વયંસેવક
સંઘના પ્રમુખ મોહન ભાગવતના કહેવા પ્રમાણે આરએસએસ જેવી સંસ્થા નાગપુરમાં જ બની શકે છે
કારણ કે નાગપુરમાં ત્યાગ અને સમાજ સેવા જેવી ભાવના પહેલાથી જ હતી. તેમણે કહ્યું હતું
કે દેશને મજબૂત બનાવવો દરેક નાગરીકની જવાબદારી છે. છત્રપતિ શિવાજી મહારાજે સ્વરાજની
સ્થાપના કરી હતી જે ઈશ્વર, ધર્મ અને રાષ્ટ્ર માટે હતી. ઈતિહાસમાંથી લોકોએ શીખ લેવી
જોઈએ અને નિસ્વાર્થ ભાવનાથી સમાજ અને દેશ માટે કામ કરવું જોઈએ.
સંઘ પ્રમુખે કહ્યું હતું કે દેશમાં
ઘણા લોકો હિંદુત્વ ઉપર ગર્વ કરતા હતા અને હિંદુ એકતાની વાત કરતા હતા. આરએસએસએ હાલમાં
જ દશેરાએ 100 વર્ષ પૂરા કર્યા છે. જેની સ્થાપના 1952મા ડોક્ટબર હેડગેવારે નાગપુરમાં
કરી હતી. આઈએસએસનો હેતુ સમાજમાં અનુશાસન, સેવા સંસ્કૃતિ, જાગૃતતા અને સામાજીક જવાબદારીનો
ભાવ પેદા કરવાનો છે. નાગપુરમાં કાર્યક્રમને
સંબોધિત કરતા મોહન ભાગવતે કહ્યું હતું કે દેશને
મજબૂત કરવો દરેક નાગરીકની જવાબદારી છે અને રાષ્ટ્ર માટે કામ કરવામાં આવે ત્યારે તેમાં
નાગરીકોનું હિત સામેલ
હોય છે. જે દેશનું સારું કરે
છે તે સુરક્ષિત અને સન્માનિત રહે છે.